જાપાનના નવા વડાપ્રધાન તરીકેની પેટાચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના શિગેરૂ ઈશિબા જીતી ગયા છે. તેમને ૨૧૫ વોટ મળ્યા હતા.
આજે જાપાનના નવા વડાપ્રધાનનું નામ ફાઈનલ થઈ ગયું છે. હવે જાપાનના નવા વડાપ્રધાન લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના શિગેરૂ ઈશિબા બનવાના છે. તેમનો શપથવિધિ સમારોહ આવતા અઠવાડિયે યોજાવાનો છે.
67 વર્ષીય શિગેરૂ ઈશિબાએ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચીને હરાવ્યા હતા, જેઓ જાપાનની પ્રથમ મહિલા નેતા બનવાની દાવેદારી કરી રહ્યા હતા. ઈશીબાને કુલ 215 વોટ મળ્યા, જ્યારે તાકાઈચીને 194 વોટ મળ્યા હતી.
ઈશિબા લાંબા સમયથી પોતાની જ પાર્ટીની ટીકા કરવા અને તેની વિરુદ્ધ જવા માટે જાણીતા છે. આ કારણે તેઓ એલડીપીના દુશ્મન બની ગયા, પરંતુ તેઓ પાર્ટી અને જનતા સાથે જોડાયેલા તળિયાના કાર્યકરોના પ્રિય નેતા છે. તેમની રાજકીય કૌશલ્ય અને સ્થાનિક અને વિદેશી નીતિના અનુભવને લીધે તેઓ વડાપ્રધાન પદની ચૂંટણી જીતી શક્યા છે.
શિગેરુ ઈશીબાએ જીત મેળવ્યા બાદ નિવેદન આપ્યું છે કે, હું લોકોમાં વિશ્વાસ કરીશ, હિંમત અને ઈમાનદારી સાથે સત્ય બોલીશ અને હું આ દેશને એક સુરક્ષિત સ્થાન બનાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ જ્યાં દરેક વ્યક્તિ ફરી એકવાર તેમના ચહેરા પર સ્મિત સાથે જીવી શકે.