શાહરૂખ ખાન સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ સ્ત્રી 2ના નિર્માતાઓ સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે. સુત્રોનું માનીએ તો આ ફિલ્મ એડવેન્ચરીયસ ફિલ્મ હશે.
2023માં શાહરૂખ ખાને પઠાણ, જવાન અને ડંકી ફિલ્મોથી આખી દુનિયાના ફેન્સનું મનોરંજન કર્યુ હતું. અત્યારે શાહરુખ ખાન પાસે ‘કિંગ’, ‘પઠાણ 2’ અને ‘ટાઈગર વર્સિસ પઠાણ’ છે. જો કે શાહરૂખ ખાન બીજી ફિલ્મ સાઈન કરવાની તૈયારીમાં છે.
શાહરૂખ ખાન વિશે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તે સ્ત્રી 2ના મેકર્સ સાથે ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો છે. શાહરૂખ ખાને સ્ત્રી 2ના નિર્દેશક અમર કૌશિક અને નિર્માતા દિનેશ વિજન સાથે મુલાકાત કરી છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ત્રીના મેકર્સ એક એડવેન્ચર ફિલ્મને લઈને શાહરૂખ ખાનના સંપર્કમાં છે. શાહરૂખ ખાને અમર કૌશિક અને દિનેશ વિજાન સાથે પણ આ મામલે ચર્ચા કરી છે. શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ શરૂ કરતા પહેલા સ્ત્રીના નિર્માતાઓ સાથે ફિલ્મ સાઈન કરશે.