ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયે પાકિસ્તાન વિરૂદ્ધ ગાયેલ ગીત વાયરલ, વિવાદના એંધાણ
હંમેશા પોતાના નિવેદનો અને કાર્યશૈલીને કારણે ચર્ચામાં રહેતા કૈલાશ વિજયવર્ગીય આ વખતે એક ગીતના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. કૈલાશ વિજયવર્ગીયએ લોકગીતના રાગમાં પાકિસ્તાન વિરૂદ્ધમાં એક ગીત ગાયું છે. આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જેના લીધે મોટો વિવાદ થવાના એંધાણ છે.
અનંત ચતુર્દશીના અવસરે મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીય દ્વારા ગાયેલું એક ગીત વાયરલ થયું છે. કૈલાશ વિજયવર્ગીયએ આ ગીતમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે. તેણે આ ગીત ગાયું કે તરત જ ત્યાં હાજર લોકો અને નેતાઓ નાચવા લાગ્યા અને ખુશ થઈ ગયા હતા.
મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં પણ અનંત ચતુર્દશીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઇન્દોરમાં ચાલી રહેલા ગણેશ વિસર્જન સમારોહ માટે પરંપરાગત ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય દર વર્ષે આમાં ભાગ લેવા આવે છે.
આ વખતે ભાજપના આ વરિષ્ઠ નેતાએ પાકિસ્તાન વિરૂદ્ધ ગીત ગાતા ચકચાર મચી ગઈ છે. આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ભાજપને કૈલાશ વિજયવર્ગીયની આ હરકત મોંઘી પડી શકે તેમ છે.