ડોનાલ્ડ ટ્રમ્પ પર બીજીવાર જીવલેણ હુમલો થતાં સીક્રેટ સર્વિસ પર તવાઈ
ડોનાલ્ડ ટ્રમ્પ પર નજીકના ભૂતકાળમાં ૨ વાર જીવલેણ હુમલા થયા છે. આ બીજીવારના હુમલામાં હવે ટ્રમ્પની સુરક્ષા સંભાળતી સીક્રેટ સર્વિસની ફરજનિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત સીક્રેટ સર્વિસ કર્મચારીઓની ઉલટ તપાસ પણ થઈ રહી છે. આ બંને હુમલા બાદ અમેરિકાની સીક્રેટ સર્વિસની છાપ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાઈ છે.
ટ્રમ્પ પર થયેલ બીજા જીવલેણ હુમલામાં આરોપી બંદૂકધારી 12 કલાક સુધી ટ્રમ્પના ગોલ્ફ કોર્સ પાસે છુપાયો હોવાની માહિતી બહાર આવતા જ સીક્રેટ સર્વિસ પર સવાલો ઉઠી રહ્યા છે. સીક્રેટ એજન્ટ્સની કામગીરી મુદ્દે ટીકાઓ પણ થઈ રહી છે. રાષ્ટ્રપતિ બાઈડેને સિક્રેટ સર્વિસ માટે વધુ સંસાધનો માટે હાકલ કરી હતી, પરંતુ સંસાધનોની અછતનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.
જુલાઈમાં પ્રથમ જીવલેણ હુમલો થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમ છતાં હવે ટ્રમ્પ પર બીજીવાર જીવલેણ હુમલો થયો છે આ બીજા હુમલામાં આરોપી બંદુક લઈને ડોનાલ્ડ ટ્રમ્પના મુલાકાત સ્થળ પર ૧૨ કલાક છુપાયેલ રહ્યો હોવાથી સીક્રેટ સર્વિસની ચોમેર ટીકા થઈ રહી છે. આ એજન્સીની છાપ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાઈ છે.
ઉલ્લેખનીય છે કે હુમલાખોર રાયન વેસ્લી રૂથે વેસ્ટ પામ બીચ, ફ્લોરિડામાં 27-હોલ ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સની બહાર રાઇફલ સાથે પડાવ નાખ્યો હતો. જ્યાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોલ્ફ રમી રહ્યા હતા. ટ્રમ્પની આગળ એક સિક્રેટ સર્વિસના એજન્ટે વાડમાંથી રાઇફલના થૂલાને જોયો અને ગોળીબાર કર્યો. રૂથ ભાગી ગયો હતો અને થોડા કલાકોમાં પકડાયો હતો.