મૂળ પાકિસ્તાનના અને ઈટાલીમાં સ્થાઈ થયેલા સ્વભાવે ઝેરી ઈમામે પોતાના નિવેદનોથી જ્યોર્જિયા મેલોનીની સરકારને પરેશાન કરી નાખી હતી. આ હેરાનગતિ વધી જતા ઈટાલીએ કટ્ટરપંથીઓને પાઠ ભણાવવા મોટો નિર્ણય કર્યો છે. ઈટાલીએ પોતાના દેશમાંથી આવા ઝેરીલા નિવેદનો આપતા ઈમામની જ હકાલપટ્ટી કરી નાંખી છે.
ઈટાલીએ 54 વર્ષીય કટ્ટરપંથી ઈમામ ઝુલ્ફીકાર ખાનને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. ઝુલ્ફીકાર પાકિસ્તાની નાગરિક છે જે ૧૯૯૫માં ઈટાલી આવ્યો હતો. તેના દેશનિકાલની સાથે તેની રહેઠાણ પરમિટ પણ રદ કરવામાં આવી છે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૩ના શિયાળાથી ઝુલ્ફીકાર ખાનના વર્તનમાં વૈચારિક કટ્ટરતા અને કટ્ટરવાદ તરફનો ઝોક વધી રહ્યો હતો. તેમના નિવેદનોમાં પશ્ચિમ વિરોધી, યહૂદી વિરોધી, સમલૈંગિકતા વિરોધી અને મહિલા વિરોધી લાગણીઓ ભારોભાર ભરેલી હતી.
હદ તો ત્યારે પહોંચી જ્યારે તેણે તે જ દેશ ઈટાલી સામે ઝેર ફૂંકવાનું શરૂ કર્યું જેણે તેને અહીં રહેવાની તક આપી. એક નિવેદન દરમિયાન તેમણે મુસ્લિમોને સરકાર દ્વારા લેવામાં આવતા ટેક્સનો વિરોધ કરવા જણાવ્યું હતું. તેની દલીલ એવી હતી કે સંસાધનો મુસ્લિમ સમુદાયમાં જ રહેવા જોઈએ. તેણે સમલૈંગિકતાને એક રોગ ગણાવ્યો અને કહ્યું કે તેની સારવાર થવી જોઈએ.
ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ તેણે નવેમ્બર ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૪ વચ્ચે અનેક વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યા હતા. આમાં તેણે અમેરિકનો, જર્મનો, ફ્રેન્ચ, બ્રિટિશ અને ઈટાલિયનોને નાપાક ઝાયોનિસ્ટના સમર્થક ગણાવ્યા.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began