Justnownews

રશિયાએ ઉત્તર કોરિયાના સૈનિકોને યુદ્ધમાં મોકલ્યા, યુક્રેન સાથે કરી પ્રથમ લડાઈ

kim jong

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ઉત્તર કોરિયાના સૈનિકો કૂદી પડ્યા છે. ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા વતી લડી રહ્યા છે. આ દાવો યુક્રેને કર્યો છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે ઉત્તર કોરિયાના સૈનિકો સાથે આ પહેલીવાર લડાઈ થઈ છે.

Putin

રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. યુક્રેનના ટોચના અધિકારીઓએ આ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેઓ પ્રથમ વખત ઉત્તર કોરિયાના સૈનિકો સાથે અથડામણ કરી છે. દક્ષિણ કોરિયાના બ્રોડકાસ્ટર KBS સાથેની મુલાકાતમાં, યુક્રેનના સંરક્ષણ પ્રધાન રૂસ્તમ ઉમેરોવે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના સૈનિકોના નાના જૂથ પર હુમલો કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી રોયટર્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને કહ્યું કે ઉત્તર કોરિયાના સૈનિકો 4 નવેમ્બરે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં લડાઈમાં રોકાયેલા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ અગાઉ ઉત્તર કોરિયાના સૈનિકોને પશ્ચિમી દેશોના નિરાશાજનક પ્રતિસાદની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તર કોરિયા સાથે પ્રથમ યુદ્ધ વિશ્વમાં અસ્થિરતાની શરૂઆત છે.

યુક્રેન દાવો કરે છે કે અંદાજે 11,000 ઉત્તર કોરિયાના સૈનિકો કુર્સ્ક સરહદ વિસ્તારમાં હતા, જ્યાં યુક્રેનિયન સૈનિકોનો રશિયન જમીન પર કબ્જો છે. તાજેતરમાં  દક્ષિણ કોરિયન અને યુએસ ગુપ્તચર એજન્સીઓ, તેમજ નાટોએ કહ્યું છે કે તેમને ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાની લડાઈમાં સામેલ હોવાના પુરાવા મળ્યા છે. જોકે, રશિયા અને ઉત્તર કોરિયાએ આ આરોપો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began

Exit mobile version