Justnownews

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પરિણામો પર પાકિસ્તાની મીડિયાનું રીએકશન વાંચો વિગતવાર

જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને તેના સહયોગી કોંગ્રેસે મળીને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે જમ્મુ ક્ષેત્રમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ભારત અને પાકિસ્તાન માટે ૧૯૪૭થી મોટો વિવાદ બનેલા જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પરિણામો પર પાકિસ્તાની મીડિયાના રીએક્શન સામે આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરની 90 બેઠકોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થઈ ગયા છે. નેશનલ કોન્ફરન્સે ૯૦માંથી ૪૨ જ્યારે કોંગ્રેસે ૬ બેઠકો મળી છે. ભાજપે ૨૯ બેઠકો જીતી છે. માત્ર ભારત જ નહિ પાકિસ્તાન સહિત અનેક દેશોની નજર જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર હતી. તેથી જ પાકિસ્તાનના મોટાભાગના સમાચાર માધ્યમોમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પરિણામોને હેડલાઈનમાં સ્થાન મળ્યું છે.

પાકિસ્તાનના મોટા અખબાર ડોનની હેડલાઈન છે કે, ભાજપ હાર્યુ, ઓમર અબદુલ્લા રાજ્યનું નેતૃત્વ કરશે. ઓમર અબ્દુલ્લા ફરીથી સત્તા સંભાળવા જઈ રહ્યા છે કારણ કે તેમની પાર્ટીએ ચૂંટણીમાં કુલ બેઠકોમાંથી લગભગ અડધી બેઠકો જીતી લીધી છે. નેશનલ કોન્ફરન્સે 2014 પછી પ્રથમ ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. અખબારે કહ્યું કે ભાજપે પણ 29 બેઠકો જીતીને અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

જિયો ટીવીએ કહ્યું છે કે કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરને તેની પ્રથમ સરકાર મળવા જઈ રહી છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ચૂંટણી જીતી છે. આ ચૂંટણી બાદ હવે રાજ્યમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હશે. કાશ્મીરમાં છેલ્લા દસ વર્ષથી રાજ્યપાલ શાસન છે.

સામ ટીવીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને કાશ્મીરમાં ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC) ગઠબંધન ચૂંટણી જીત્યું છે.

પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ જણાવ્યું હતું કે,  પાકિસ્તાની-અમેરિકન સાજિદ તરારે કહ્યું કે કાશ્મીરમાં ઘાટી અને જમ્મુ ક્ષેત્રના પરિણામોમાં તફાવત છે. ઘાટીમાં નેશનલ કોન્ફરન્સ આગળ છે અને જમ્મુમાં ભાજપ આગળ છે. આવી સ્થિતિમાં શક્ય છે કે કેન્દ્રની ભાજપ સરકાર હવે કાશ્મીર માટે ફંડ બહાર પાડશે નહીં.

સાજિદ તરારે કહ્યું કે મને લાગે છે કે કદાચ ખીણમાં કામ નહીં થાય. મોદી સરકાર પોતાની યોજનાઓને જમ્મુ સુધી મર્યાદિત કરી શકે છે. ભાજપ ખીણમાં કામ કરવાનું ચાલુ રાખશે જેથી કરીને તે આવનારી ચૂંટણીમાં ખીણમાં પોતાનો પગ જમાવી શકે.

Read Also Jammu Kashmir Election Results 2024: BJP and NC Win Two Seats Each in First Four Results

Exit mobile version