Justnownews

ડાકોરના રણછોડરાયજીએ સ્વીકારી હૂંડી, દિવાળીએ મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા હાટડી દર્શન

Dakor Hatadi Darshan

યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વે રણછોડરાય મંદિરે હાટડી દર્શન યોજાયું હતું.  જેના દર્શન અને હૂંડી લખાવવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. રણછોડરાયજીના મંદિરમાં ભગવાનના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રભુ રણછોડરાયજી હાટડી ભરી શેઠ બન્યા અને ભક્તોની હૂંડી સ્વીકારી હતી.

Dakor Temple

ગુજરાતના વિખ્યાત યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. રાત્રે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ વેપારી બન્યાં હતાં. હાટડી ભરી શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાનને હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી.

શાસ્ત્રોક્ત તેમજ વૈદિક રીતે ચોપડાની પૂજા વિધિ સોનાની પેન અને ચાંદીના શાહીના ખડીયા તેમજ ચોપડાને કકું, ચોખા,અબીલ ગુલાલ, નૈવેદ્ય કરી કપુરની આરતીથી પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં આ પરંપરા છેલ્લા 187 વર્ષોથી ચાલી આવી છે જે આજે પણ અકબંધ છે.

દિવાળીની રાત્રે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના હાટડી દર્શન યોજાયાં હતાં. જેમાં રણછોડરાયજીએ વેપારી બની હાટડી ભરી ભક્તોની હૂંડી સ્વીકારી પોતાના ચોપડામાં નોંધ કરી હતી. ભાવિકોએ મોટી સંખ્યામાં રણછોડરાયજીના દર્શનનો લાભ લઇ ભગવાનને પોતાની હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી.

ડાકોરના ઠાકોર એવા રણછોડરાયજીના મંદિરમાં દીવાળી પર્વના પાંચ દિવસ દરમિયાન ભગવાન અલગ અલગ મનમોહક સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે. ભગવાનને વિશેષ શણગાર પણ કરાવવામાં આવે છે.

Exit mobile version