‘પુષ્પા ૨: ધ રૂલ’નું નવું પોસ્ટર રિલીઝ થયું, રિલીઝ ડેટ વિશે પણ આવી અપડેટ્સ
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨: ધ રૂલ’નું નવું પોસ્ટર રિલીઝ કરાયું છે. જેમાં અલ્લુ અર્જુન તેના સિગ્નેચર લુકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરની સાથે રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરવામાં આવી છે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.
વર્ષ 2021માં ‘પુષ્પા‘ની સુપરહિટ સફળતા બાદ હવે ચાહકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ‘નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરે ફરી એકવાર ચાહકોમાં ઉત્સાહ વધાર્યો છે. આ નવા પોસ્ટરમાં એક્ટર અલ્લુ અર્જુન તેના સિગ્નેચર પુષ્પા લુકમાં જોવા મળી રહ્યો છે, જેમાં તેનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે.
નવા પોસ્ટરમાં અલ્લુ અર્જુન ખૂબ જ ગંભીર, બળવાખોર અને તેના ‘પુષ્પા‘ લુકમાં આત્મવિશ્વાસથી ભરેલો બેઠો જોવા મળે છે. આ સાથે, અત્યાર સુધી ‘પુષ્પા 2′ ની રિલીઝ ડેટને લઈને પણ આશંકા હતી જે હવે દૂર થઈ છે. મેકર્સે આ પોસ્ટર પર તેની રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તેની નિર્ધારિત તારીખ એટલે કે 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે.
પોસ્ટર જોઈને લોકો અધીરા થઈ ગયા છે. એકે કહ્યું- પુષ્પ રાજ નામ જ કાફી છે. અન્ય એક ફેને કહ્યું- તે બોક્સ ઓફિસ પર રાજ કરવા આવી રહ્યો છે.
વર્ષ 2021માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા‘ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ રહી હતી. લાલ ચંદનની દાણચોરીની આ વાર્તામાં ‘પુષ્પા‘ની ગરીબથી અમીર બનવાની સફર બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદન્ના પણ જોવા મળી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી અને ત્યારથી દર્શકો તેના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving