Site icon Justnownews

બેરોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપની ઝાટકણી કાઢી

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હરિયાણામાં સરકારી નોકરીઓને લઈને ભાજપ સરકાર પર જોરદાર વાક પ્રહારો કર્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર હરિયાણા સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે.

પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, ભાજપે હરિયાણામાં બેરોજગારીનો એવો રોગચાળો ફેલાવ્યો છે કે આશાસ્પદ યુવાનોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. ભાજપે હરિયાણાના યુવાનો સાથે ઘોર અન્યાય કર્યો છે.

અહી પણ જોવો : up-by-election-yogi-government-removes-muslim-blos-sp-leader-makes-big-revelation-with-names

પ્રિયંકા ગાંધી પહેલા કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે “હરિયાણાના યુવાનો ડંકી કેમ બન્યા? લાખો પરિવારો તેમના પ્રિયજનોથી દૂર રહીને બીજેપી દ્વારા ફેલાવવામાં આવેલી બેરોજગારીની બિમારીની કિંમત ચૂકવી રહ્યા છે.

અમે હરિયાણામાં એવી વ્યવસ્થા બનાવીશું જેમાં યુવાનોને સપના ખાતર પોતાના પ્રિયજનોથી દૂર ન રહેવું પડે.

Exit mobile version