Justnownews

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ પર હુમલાની આશંકા, કોન્સર્ટમાં લેસર લાઇટથી ટાર્ગેટ કરાયો

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના પોપ સ્ટાર પતિ નિક જોનાસ સાથે ચોંકાવનારી ઘટના ઘટી છે. નિક જોનાસ કોન્સર્ટમાં ગાતો હતો અને અચાનક તેણે સ્ટેજ છોડીને ભાગવું પડ્યું કારણ કે, તેને લેસર લાઈટથી ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જોનાસ પર જીવલેણ હુમલાની આશંકા સેવાઈ રહી છે.

પ્રિયંકા ચોપરાનો પતિ અને જાણીતો પોપ સિંગર નિક જોનાસ હાલમાં તેના બે ભાઈઓ સાથે વર્લ્ડ ટૂર કોન્સર્ટ પર છે. તે પેરાગ્વેમાં તેના એક સ્ટેજ પર પ્રદર્શન કરી રહ્યો હતો ત્યારે તેને લેસરથી નિશાન બનાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેના સુરક્ષાકર્મીએ તેને સ્ટેજ છોડી દેવાની સલાહ આપી હતી.

આ ઘટના બાદ નિક જોનાસનો સ્ટેજ પરથી ભાગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નિક ક્યારેક દર્શક તરફ જોઈ રહ્યો છે તો ક્યારેક ઉપર તરફ જોઈ રહ્યો છે. આ પછી તેને કંઈક શંકા જાય છે અને સ્ટેજ પરથી ભાગી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ કોન્સર્ટ બાદ નિક જોનાસની ચિંતા વધી ગઈ છે. હવે ક્યાંક ને ક્યાંક લોકો નિક જોનાસની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, જોયનર બ્રધર્સે તેમનો કોન્સર્ટ બંધ કરવો પડ્યો જ્યારે ચાહકોની ભીડમાંથી કોઈએ તેમને લેસર લાઈટથી નિશાન બનાવ્યા. લેસર લાઇટ ફ્લોન્ટ કરનાર વ્યક્તિને શોમાંથી બહાર હાંકી કઢાયો અને પછી શો ફરી શરૂ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, આ લેસર લાઇટ નિકના કપાળ પર દેખાતી હતી, જે લાલ રંગની હતી. આ ઘટનાથી  નિક અને પ્રિયંકાના ફેન્સ તેમના વિશે ચિંતિત છે.

Read AlsoKalki 2898 AD Box Office Collection Day 4: ₹555 Crore Worldwide

Exit mobile version