Justnownews

વડાપ્રધાન મોદી યુક્રેન યુદ્ધ સંદર્ભે મારી સાથે વાતચીત કરતા હોય છે- પુતિન

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર ૨૨-૨૩ ઓક્ટોબરના રોજ રશિયાની મુલાકાત લેશે. BRICS સમિટ પહેલા જ પુતિનનું વડાપ્રધાન મોદી વિશે નિવેદન આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદી યુક્રેન યુદ્ધ સંદર્ભે મારી સાથે વાતચીત કરતા હોય છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી ૨૨-૨૩ ઓક્ટોબરના રોજ રશિયાની મુલાકાત લેશે. મોદી રશિયાની મુલાકાત દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે.

BRICS સમિટ પહેલા જ પુતિનનું વડાપ્રધાન મોદી વિશે નિવેદન આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદી યુક્રેન યુદ્ધ સંદર્ભે મારી સાથે વાતચીત કરતા હોય છે. પુતિનનું કહેવું છે કે ભારતના વડાપ્રધાન મોદી યુક્રેન યુદ્ધને લઈને ચિંતિત છે.

રશિયામાં BRICS સમિટ અગાઉ મીડિયા સાથે વાત કરતી વખતે વ્લાદિમીર પુતિનને યુક્રેન વિવાદ પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે પણ વાતચીત થાય છે ત્યારે પીએમ મોદી દર વખતે આ મુદ્દો (યુક્રેન-રશિયા યુદ્ધ) ઉઠાવે છે અને પોતાના વિચારો વ્યક્ત કરે છે. આ માટે અમે પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ દરમિયાન કહ્યું કે યુક્રેનમાં યુદ્ધના અંત માટે સમયમર્યાદા નક્કી કરવી સરળ નથી. આ માટે સમય મર્યાદા નક્કી કરવી મુશ્કેલ અને પ્રતિકૂળ હશે. જોકે તેણે રશિયાની જીતનો દાવો કર્યો હતો. હકીકતમાં, રશિયા સાથે ભારતના દાયકાઓ જૂના સંબંધો છે અને યુક્રેન સાથે પણ સારા સંબંધો છે. આ વર્ષે પીએમ મોદીએ રશિયા અને યુક્રેન બંનેની મુલાકાત લીધી છે. આવી સ્થિતિમાં તેમની પાસેથી કોઈપણ શાંતિ કરારમાં ભૂમિકા ભજવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. રશિયા અને યુક્રેન ફેબ્રુઆરી ૨૦૨૨થી યુદ્ધમાં ફસાયેલા છે.

આગામી સપ્તાહે રશિયાના કાઝાનમાં BRICS સમિટ યોજાવા જઈ રહી છે. બ્રિક્સ વિશે વ્લાદિમીર પુતિને કહ્યું કે આ જૂથ પશ્ચિમ વિરોધીનથી. આ માત્ર નોન-વેસ્ટજૂથ છે. પુતિને કહ્યું કે નવા સભ્યો માટે બ્રિક્સના દરવાજા બંધ નથી. આવનારા સમયમાં જેમ જેમ જૂથ વધશે તેમ બિન-સભ્ય દેશોને પણ આર્થિક લાભ મળશે.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version