PM મોદીએ G20 સમિટમાં ભારતનું મહિમા મંડન કર્યુ, વૈશ્વિક સંસ્થાઓના વિકાસ પર ભાર મુક્યો
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી-20 સત્રને સંબોધતા પીએમ મોદીએ ગ્લોબલ સાઉથ માટે સંયુક્ત રાષ્ટ્ર સહિત વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથના પડકારો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. તેમણે ભારતના નાગરિકોને મળતી સુવિધાઓ વર્ણવીને ભારતનું મહિમા મંડન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ‘સામાજિક સમાવેશ અને ભૂખ અને ગરીબી સામે લડત‘ વિષય પર જી-20 સત્રને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે સૌથી પહેલા હું રાષ્ટ્રપતિ લુલાને G-20 સમિટના આયોજન માટે કરવામાં આવેલી ભવ્ય વ્યવસ્થાઓ અને G-20ની સફળ અધ્યક્ષતા માટે અભિનંદન આપવા માંગુ છું.
વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓને સંબોધતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની સફળતાનું મુખ્ય કારણ તેમની સરકારનો અભિગમ ‘મૂળભૂત બાબતો‘ અને ‘ભવિષ્ય‘માં સુધાર કરવાનો છે.
PM મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં G-20 સમિટમાં લેવામાં આવેલા નિર્ણયોને બ્રાઝિલના અધ્યક્ષપદ દરમિયાન આગળ ધપાવવામાં આવ્યા છે. જે ખૂબ જ સંતોષની વાત છે કે અમે SDG ને પ્રાથમિકતા આપી. અમે સર્વસમાવેશક વિકાસ, મહિલા નેતૃત્વ વિકાસ અને યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સ્પષ્ટ છે કે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય આ સમિટમાં તેટલું જ સુસંગત છે જેટલું તે ગયા વર્ષે હતું.
તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે. 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 55 કરોડ લોકો લાભ લઈ રહ્યા છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના 6 કરોડ વરિષ્ઠ નાગરિકો પણ મફત સ્વાસ્થ્ય વીમાનો લાભ લઈ શકશે.
મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ અને સામાજિક સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરીને, 30 કરોડથી વધુ મહિલા સૂક્ષ્મ સાહસિકોને બેંકો સાથે જોડવામાં આવી છે અને તેમને ધિરાણનું ઍક્સેસ પ્રદાન કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી મોટી પાક વીમા યોજના હેઠળ 4 કરોડથી વધુ ખેડૂતોને US$20 બિલિયનના લાભ મળ્યા છે. કિસાન યોજના હેઠળ 11 કરોડ ખેડૂતોને $40 બિલિયનથી વધુની રકમ આપવામાં આવી છે.
Read Also PM Modi welcomed by Indian community in Brazil with Sanskrit prayers