પાકિસ્તાને ગયા વર્ષે બ્રિક્સમાં સામેલ થવા માટે ઔપચારિક રીતે અરજી કરી હતી. પાકિસ્તાનની સૌથી મોટી આશા ચીન અને રશિયા પર હતી, પરંતુ તેને નિરાશા હાથ લાગી છે. બ્રિક્સે નવા ભાગીદાર દેશોની યાદી જાહેર કરી છે, જેમાં પાકિસ્તાનનું નામ નથી. તેમાં તુર્કીને સ્થાન મળ્યું છે.
બ્રિક્સમાં સામેલ થવાની આશા રાખી રહેલા પાકિસ્તાનને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાને ગયા વર્ષે બ્રિક્સ સભ્યપદ માટે ઔપચારિક રીતે અરજી કરી હતી. એવું માનવામાં આવે છે કે ચીને ઈસ્લામાબાદને વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી પાકિસ્તાનની સદસ્યતાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
બ્રિક્સે નવા ભાગીદાર દેશોનો સમાવેશ કર્યો છે, પરંતુ પાકિસ્તાનનું નામ તેમાં નથી. સાથે જ તુર્કીનો પણ ભાગીદાર દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જિનપિંગની મોદી સાથેની મુલાકાતને પાકિસ્તાનીઓ વિશ્વાસઘાત તરીકે જોઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત બ્રિક્સમાં વધુ ‘ભાગીદાર દેશો‘નું સ્વાગત કરવા તૈયાર છે, પરંતુ આ સંબંધમાં નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ. 16મી બ્રિક્સ સમિટના સત્રમાં બોલતા મોદીએ આડકતરી રીતે નવ સભ્યોના જૂથમાં પાકિસ્તાનના પ્રવેશ માટે રશિયા અને ચીનના મૌન સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત વિના બ્રિક્સમાં પાકિસ્તાનનો પ્રવેશ શક્ય નથી. રશિયા અને ચીન ઉપરાંત બ્રિક્સના અન્ય બે સ્થાપક દેશો ભારત અને બ્રાઝિલ છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him