પાકિસ્તાન જનરલનું વિવાદાસ્પદ નિવેદન, ભારતની હિંદુત્વ વિચારધારાને વિદેશમાં વસતા લઘુમતીઓ માટે અસુરક્ષિત ગણાવી
પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું છે કે ભારતની હિંદુત્વ વિચારધારાને કારણે બ્રિટન, કેનેડા અને અમેરિકામાં લઘુમતીઓ સુરક્ષિત નથી. આ સાથે પાકિસ્તાની આર્મી ચીફે પણ કાશ્મીરને લઈને પણ ઝેર ઓક્યું છે.
પાકિસ્તાની સેનાના વડા જનરલ અસીમ મુનીરે હવે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું અને કહ્યું કે બ્રિટન, કેનેડા અને અમેરિકામાં લઘુમતીઓ તેમની ‘હિંદુત્વ વિચારધારા‘ના કારણે સુરક્ષિત નથી. પાકિસ્તાની આર્મી ચીફે ઈસ્લામાબાદ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત મોરગલ્લા ડાયલોગ 2024ને સંબોધિત કરતા આ વાત કહી.
આ કાર્યક્રમમાં આસિમ મુનીરે જમ્મુ-કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. મુનીરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ભારતની ક્રૂરતા અને બર્બરતા હિન્દુત્વની વિચારધારા અને નીતિનો એક ભાગ છે. જમ્મુ-કાશ્મીરનો ઉકેલ અનિવાર્ય છે.
આ સાથે પાકિસ્તાની આર્મી ચીફે ભારતને કેનેડા અને અમેરિકામાં રહેતા ખાલિસ્તાનીઓ માટે ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નવી હિન્દુત્વની વિચારધારા વિદેશમાં ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને કેનેડામાં લઘુમતીઓ માટે ખતરો છે. મુનીરે કેનેડા અને યુએસના આરોપોનો ઉલ્લેખ કર્યો, જેમાં ભારતીય એજન્ટો ખાલિસ્તાની આતંકવાદીઓને નિશાન બનાવતા હોવાનો ઉલ્લેખ છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began