Justnownews

કાશ્મીર મુદ્દે તુર્કીએ સાથ ન આપતા પાકિસ્તાન અકળાયું, યુએન મહાસભામાં કાઢ્યો બળાપો

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જમ્મુ-કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અપીલ કરી છે. જેમાં કહ્યું કે, સુરક્ષા પરિષદે જમ્મુ અને કાશ્મીરમાં તેના પ્રસ્તાવને લાગુ કરવો જોઈએ અને જનમત સંગ્રહ કરાવવો જોઈએ. આ પહેલા તુર્કીએ શાહબાઝ શરીફ(પાકિસ્તાન)ને આંચકો આપીને કાશ્મીર મુદ્દે છેડો ફાડી દીધો હતો.

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. પાકિસ્તાનના વારંવારના અનુરોધ છતાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોઈ પગલાં ન લેવાથી નારાજ શાહબાઝ શરીફે કહ્યું છે કે સુરક્ષા પરિષદ હવે જમ્મુ અને કાશ્મીર પર ચાલી રહેલા વિવાદને અવગણી ન શકે.

શાહબાઝ શરીફે સુરક્ષા પરિષદ સમક્ષ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત દ્વારા કાશ્મીરી લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. શાહબાઝે સુરક્ષા પરિષદને તેને ખતમ કરવાની માંગ કરી હતી. તેમજ યુનાઈટેડ નેશન્સે કાશ્મીરમાં સ્વ-નિર્ણય માટેના પોતાના પ્રસ્તાવનો અમલ કરવો જોઈએ.

શાહબાઝે દાવો કર્યો હતો કે કાશ્મીર વિવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે. શહબાઝ શરીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન એકલું પડી ગયું છે.

તાજેતરમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પણ ઘણા વર્ષો પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના વાર્ષિક ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ન ઉઠાવીને પોતાના ઈસ્લામિક મિત્ર પાકિસ્તાનને આંચકો આપ્યો છે.

Read Also Pakistani Defense Minister’s Provocative Statement Amid Kashmir Election

Exit mobile version