પાંચ તહેવારોના સમૂહ એવા દિવાળી પર્વમાં દિવાળીનો દિવસ બાળકો, યુવાનોમાં બહુ લોકપ્રિય હોય છે કારણ કે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ખૂબ જ ધામધૂમ પૂર્વક દિવાળી ઉજવાઈ હતા. દિવાળીની રાત્રે લોકોએ મોડા સુધી મન મુકીને ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડાથી ક્યાંક વિઝિબિલિટી ઘટવાના અને ક્યાંક વાયુ પ્રદૂષણ વધવાની ઘટના ઘટી છે.
૨૦૨૪ની દિવાળીની રાત્રે આખુ અમદાવાદ દુલ્હનની જેમ શણગારાયું હતું. આખુ શહેર ઝગમગતું જોવા મળ્યું હતું. દિવાળીએ મોડી રાત સુધી અમદાવાદીઓએ ફટાકડા ફોડવાની મજા માણી હતી. ફટાકડાનું આકર્ષણ બાળક સહિત યુવાનોમાં પણ જોવા મળ્યું હતું. લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડીને દિવાળીની યાદગાર ઉજવણી કરી હતી. જો કે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત ફટાકડા પણ ફોડવામાં આવ્યાની ઘટના ઘટી હતી.
હવે વધુ પડતા અવાજ અને ધુમાડો પેદા કરે તેવા ફટાકડાને પરિણામે શહેરમાં ક્યાંક વિઝિબિલિટી ઘટવાની અને ક્યાંક વાયુ પ્રદૂષણ વધવાની ઘટનાઓ ઘટી હતી. ફટાકડામાંથી પેદા થતા ધુમાડાને કારણે કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી પર પ્રતિકુળ અસર જોવા મળી રહી હતી.
દિવાળીના દિવસે લોકોએ પ્રદૂષણની ચિંતા કર્યા વગર જબરદસ્ત રીતે ફટાકડા ફોડ્યા હતાં. કેટલાક સ્થળોએ સરકારી નીતિ-નિયમોનો ભંગ થતો પણ જોવા મળ્યો હતો. આતશબાજીના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફટાકડાના કારણે સર્જાયેલા પ્રદૂષણના પગલે ઘણા વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
તમિલનાડુના ઈરોજ જિલ્લામાં ૧૦થી વધુ ગામોમાં છેલ્લા ૧૭ વર્ષથી દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવતી નથી. અહીં આવેલું છે વેલ્લોડ પક્ષી અભિયારણ. જે અંદાજિત 240 એકરમાં ફેલાયેલ છે. કેટલાક વર્ષો પહેલા 2 કરોડ 35 લાખથી વધુનો ખર્ચ કરીને આ પક્ષી અભ્યારણનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અભ્યારણની ચારે તરફ ફરતે કાંટાળી વાડ કરવામાં આવી હતી. આ સંદર્ભે પક્ષી અભ્યારણની આસપાસના ૧૦થી વધુ ગામો જેવાકે મેટ્ટુપાલયમ, પૂંગમબાડી, થલયાનકટ્ટુ વલાસુ, થાચનકરાઈ, સેમ્મમપાલયમ અને એલાયાલયમ છેલ્લા ૧૭ વર્ષથી ફટાકડા ફોડ્યા વિના દિવાળી ઉજવે છે.