Justnownews

ઓમર અબ્દુલ્લાએ હરિયાણા પરિણામો પર કોંગ્રેસને આત્મનિરીક્ષણની સલાહ આપી

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કોંગ્રેસે તેની હારના કારણો શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરવી પડશે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે હરિયાણામાં તેની હારના કારણો શોધવા માટે ઊંડાણપૂર્વક આત્મમંથન કરવું પડશે.

૮મી ઓક્ટોબરનો દિવસ માત્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની જનતા જ નહિ પરંતુ દેશના અગ્રણી રાજકીય પક્ષો માટે પણ મહત્વનો રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને સફળતા મળી છે જ્યારે હરિયાણામાં કોંગ્રેસે પીછેહઠ કરવી પડી છે. હરિયાણાના પરિણામો પર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ પોતાના સાથી પક્ષ કોંગ્રેસને આત્મનિરીક્ષણની સલાહ આપી છે.

એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસને બહુમતી મળવાની આગાહી કરવામાં આવી હતી. અબ્દુલ્લાએ કહ્યું કે, કોંગ્રેસે તેના ઊંડાણમાં જવું પડશે અને તેની હારના કારણો શોધવા પડશે. “મારું કામ NC ચલાવવાનું છે અને અહીં કોંગ્રેસ સાથેના ગઠબંધનને મદદ કરવાનું છે, જે હું કરીશ.  તેમણે ઉમેર્યુ કે, કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રથમવાર NC અને કોંગ્રેસ J-K માં સરકાર બનાવવાની તૈયારીમાં છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તેમના પક્ષની શાનદાર જીત પછી, ઓમર અબ્દુલ્લાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, મતદારોએ તેમની ફરજ બજાવી છે, હવે તેમની જવાબદારી શરૂ થાય છે.

Read Also Atishi Moves Into Delhi CM Residence, Vacated by Arvind Kejriwal Three Days Ago

Exit mobile version