Justnownews

કેરળમાં મંકિપોક્સના ખતરા વચ્ચે તાવથી પીડીત દર્દીઓની સંખ્યા અઢી લાખ જેટલી થઈ ગઈ

કેરલમાં તાવના કેસોની સંખ્યા સતત ચાલુ છે.  1 થી 26 સપ્ટેમ્બર સુધીમાં 2.54 લાખ લોકોએ સરકારી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. જેમાં ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.

કેરળ અત્યારે ડબ્લ્યુએચઓએ જાહેર કરેલ મહામારી મંકીપોક્સ સામે લડી રહ્યું છે. તેમાંય પાછું કેરળના નાગરિકો તાવથી પીડાઈ રહ્યા છે. કેરળના આરોગ્ય વિભાગના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં તાવથી પીડાતા કુલ અઢી લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી છે.

કેરળમાં તાવના દર્દીઓ સૌથી વધુ મલપ્પુરમ જિલ્લામાં જોવા મળ્યા છે. જેમાં 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ અનુક્રમે 2,165, 2,118 અને 1,725 ​​દર્દીઓ તબીબી સારવાર લીધી હતી. તેમના લક્ષણોમાં સામાન્ય શરદી, ગળામાં દુખાવો, ઉધરસ, શરીરમાં દુખાવો, થાક અને કમળો જોવા મળ્યા હતા. આ દર્દીઓમાંથી એકપણ દર્દીમાં મંકીપોક્સ વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી.

કેરળ સરકારે દર્દીઓને ફક્ત રજિસ્ટર્ડ પ્રેક્ટિશનરોની સલાહ લેવા વિનંતી કરી છે. તેમજ સામાન્ય તાવમાં પણ સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં પહોંચીને જરૂરી સારવારની સલાહ આપી છે. કેરળ રાજ્ય અત્યારે ડબલ્યુએચઓએ જાહેર કરેલ મહામારી મંકીપોક્સ વિરૂદ્ધ લડત આપી રહ્યું છે.

Read Also ‘If These Claims Are False…’, Congress’ First Reaction to the Tirupati Laddu Controversy

Exit mobile version