NSA ડોવલની ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે સૂચક મુલાકાત, ઈન્ડો-ફ્રાન્સ હોરાઈઝન ૨૦૪૭ પર કરી ચર્ચા
ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોવલ અત્યારે ફ્રાંસના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતને બંને દેશ માટે સૂચક ગણવામાં આવી રહી છે. આ મુલાકાતમાં બંને દિગ્ગજોએ ઈન્ડો-ફ્રાન્સ હોરાઈઝન ૨૦૪૭ પર ચર્ચા કરી છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી અને ઈન્ડો-ફ્રાન્સ હોરાઈઝન ૨૦૪૭ રોડમેપને અમલમાં મૂકવાની રજૂઆત કરી છે.
ડોવલ ફ્રેન્ચ ડિફેન્સ એક્વિઝિશન એજન્સી (DGA)ના ડાયરેક્ટર જનરલ ઈમેન્યુઅલ ચિવા અને ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટને પણ મળ્યા હતા. ફ્રાન્સના ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા ‘X’ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે NSA અજીત ડોવલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા.
આ મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીની પહેલની પ્રશંસા કરી. આ સાથે વૈશ્વિક પડકારોના ઉકેલ માટે ભારત-ફ્રાન્સના પ્રયાસોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડોવલ અને ચિવાએ મંગળવારે ફ્રાન્સના સંરક્ષણ આયોજન પર વિસ્તૃત ચર્ચા કરી.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel