Tuesday, January 13, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeBusinessહવે એ દિવસ...

હવે એ દિવસ બહુ દૂર નથી જ્યારે વિશ્વભરને પોતાની ચાની ચુસ્કીનું ઘેલુ લગાડનાર ભારત કોફીમાં પણ ગ્લોબલ કોફી કિંગ બની જશે

એક સમય હતો જ્યારે એક સામાન્ય ભારતીય એમ વિચારતો કે કોફી તો મોટા લોકોનો શોખ છે, કારણ કે સામાન્ય માણસ તો ચા પીવે છે. આજે દેશના યુવાનો અને Gen Z ના કેફે કલ્ચરમાં કોફીનું ખાસ સ્થાન છે, પણ ભારત અને ભારતીયો હંમેશાથી ચા સાથે જોડાયેલા રહ્યા છે. અને એવું હોય પણ કેમ નહીં? ભારત પરંપરાગત ચા ઉત્પાદક હોવા ઉપરાંત આજે દુનિયાનો ચોથો સૌથી મોટો ચા નિકાસ કરનારો દેશ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પરંપરાગત સ્ટીરિયોટાઇપ્સને પાછળ છોડીને ભારતીય કોફીની સુગંધ આખી દુનિયામાં ફેલાઈ રહી છે.

ભારતનો કોફી નિકાસમાં ઉછાળો

2024ના નાણાકીય વર્ષ દરમિયાન, ભારતે 1.2 અબજ યુએસ ડોલરની કોફી નિકાસ કરી હતી, જ્યારે એપ્રિલથી ઓક્ટોબર 2024 દરમિયાન માત્ર આઠ મહિનામાં જ 1.1 અબજ યુએસ ડોલરની નિકાસ થઈ. જે 2021ની સરખામણીએ લગભગ ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે ભારત હવે કોફી નિકાસમાં બ્રાઝિલ અને વિયેતનામ જેવા દેશોની સામે ટક્કર આપી રહ્યું છે.

ભારતમાં કોફીની ખેતીની શરૂઆત

ભારતમાં કોફી ઉત્પાદનની શરૂઆત 17મી સદીના સૂફી સંત બાબા બુદાન દ્વારા 1670ની આસપાસ કરવામાં આવી હતી. ખરેખર, તે એ સમય હતો જ્યારે લાલ સમુદ્ર અને ફારસી ગલ્ફ વચ્ચે અરેબિયામાંથી કોફી ફક્ત રોસ્ટેડ કે બેક કરેલા સ્વરૂપમાં જ વિશ્વભરમાં નિકાસ કરવામાં આવતી હતી. જેની પાછળ અરબ વર્લ્ડનો પ્રયાસ એ જ હતો કે કોઈ બીજો દેશ કોફી પોતાને ત્યાં ઉગાડી ન શકે અને કોફી ઉત્પાદન પર તેમનો એકાધિકાર યથાવત રહે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે સમયે બાબા બુદાન પ્રથમવાર હજ યાત્રામાંથી પરત ફરતા સમયે કોફીના 7 બીજ તેમની લાંબી દાઢીમાં છુપાવીને ભારત લાવ્યા હતા. 7 એટલા માટે કે આ નંબરને ઈસ્લામમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

ત્યારબાદ, તેમણે આ બીજ આજના કર્ણાટકના ચિકમંગલુરમાં આવેલી પોતાની ઝૂંપડી પાછળ ઉગાડ્યા હતા. તે સમયે કદાચ તેમને ખ્યાલ પણ નહીં હોય કે તેમનો આ એક પ્રયાસ આગળ જઈને કેટલી મોટી કમાલ કરી બતાવશે. કારણ કે તેનાથી જ ભારતમાં કોફીની ખેતીની શરૂઆત થઈ. જેના કારણે આજે પણ કર્ણાટકમાં પશ્ચિમ ઘાટ પર પર આવેલા ચિકમંગલુરને ભારતનું “લેન્ડ ઓફ કોફી” “કોફીનો દેશ” તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી કે પશ્ચિમ ઘાટના પહાડ પર જ્યાં બાબા બુદાનની ઝૂંપડી હતી, આજે તે બાબા બુદનગિરી હિલ્સ તરીકે પ્રખ્યાત છે. જ્યાં તેમની યાદમાં બનાવેલ બાબા બુદાનની દરગાહ આજે પણ મૌજૂદ છે.

ભારતમાં દક્ષિણના રાજ્યોમાં ઉગે છે સૌથી વધુ કોફી

જો કોફીની ખેતીની વાત કરીએ, તો આઈડલી તેને ઉષ્ણકટિબંધીય અથવા સમશીતોષ્ણ કટિબંધીય આબોહવામાં ઉગાડવામાં આવે છે, જેનુ તાપમાન 16 થી 28 ડિગ્રી સેલ્સિયસ અને વાર્ષિક વરસાદ 150 થી 250 સેન્ટિમીટરની વચ્ચે હોય. આ ઉપરાંત, કોફીના છોડના યોગ્ય વિકાસ માટે સારી રીતે પાણી નિકાસ કરી શકે તેવા ઢોળાવ અને લાટેરાઈટ સોઈલની હાજરી પણ જરૂરી છે. જે દેશના દક્ષિણ ભાગમાં સ્થિત પશ્ચિમ અને પૂર્વ ઘાટમાં સરળતાથી જોવા મળે છે.

કર્ણાટકમાં ભારતનું 60% કોફીનું ઉત્પાદન

ભારતના દક્ષિણ રાજ્યોની આબોહવાની સ્થિતિ કોફીની ખેતી માટે સૌથી યોગ્ય છે. જેના કારણે ફક્ત કર્ણાટકમાં જ ભારતનું 60% કોફીનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ બીજા નંબર આવે છે કેરલ, જે દેશની લગભગ 20% કોફી ઉત્પાદન કરે છે. ત્યારબાદ તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા પણ દેશના અગ્રણી કોફી ઉત્પાદક રાજ્યો છે. જો કે, કુલ કોફી ઉત્પાદનની વાત કરીએ તો ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત તેના કુલ કોફી ઉત્પાદનનો 70% થી વધુ ભાગ નિકાસ કરે છે, કારણ કે મોટાભાગના ભારતીયો કોફીનું સેવન કરતા નથી અને ચાને કોફી કરતા વધુ પસંદ કરે છે. જેના કારણે ભારતનો આંતરરાષ્ટ્રીય કોફી નિકાસમાં 4% હિસ્સો છે, જે ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં મુખ્યત્વે અરેબિકા અને રોબસ્ટા કોફીનું ઉત્પાદન થાય છે. પણ દેશના કુલ કોફી ઉત્પાદનમાં 70% હિસ્સો રોબસ્ટા કોફીનો છે.

ભારતની સ્ટાર પર્ફોર્મર છે રોબસ્ટા કોફી

ભારતના કોફી નિકાસના આંકડામાં પણ રોબસ્ટા કોફી એ તેનો સ્ટાર પર્ફોર્મર છે. તેનુ કારણ છે રોબસ્ટા કોફી તેના સ્ટ્રોંગ ફ્લેવર અને ઓછા ભાવને કારણે દુનિયાભરના ઇન્સ્ટન્ટ કોફી ઉત્પાદકોની પ્રિય છે. જ્યાં કેટલાક પ્રિમીયમ બ્રાન્ડ્સ અરેબિકા કોફીના ઇન્સ્ટન્ટ મિશ્રણ બનાવવા માટે પણ તેમા રોબસ્ટાને મિશ્રિત કરે છે. આ જ કારણ છે કે રોબસ્ટા કોફીના ભાવમાં ઘણા દાયકાઓ પછી સૌથી ઊંચો વધારો થયો છે, અને માત્ર 2024માં જ 60% નો ભાવ વધારો નોંધાયો છે.

ભારતનો કુલ કોફી નિકાસનો 1/3 ભાગ ઇન્સ્ટન્ટ કોફીનો છે જે ઇન્સ્ટન્ટ કોફીના વૈશ્વિક બજારના વિકાસ સાથે વધતો જાય છે. આ ઉપરાંત, સરકારી અહેવાલો અનુસાર ભારતીય કોફી નિકાસમાં પ્રીમિયમ સેગમેન્ટ ઝડપથી કેપ્ચર કરી રહ્યું છે. પણ ભારતના કોફી સામ્રાજ્યના વિકાસનું આ એકમાત્ર કારણ નથી. તેની પાછળ કેટલાક વૈશ્વિક મુદ્દાઓની સહયોગીતા પણ જવાબદાર છે.

બ્રાઝિલ વિશ્વનો ટોચનો કોફી ઉત્પાદક દેશ

આપણે વિશ્વના ટોચના કોફી ઉત્પાદક દેશોની યાદી જોઈએ, તો આપણને ખ્યાલ આવશે કે બ્રાઝિલ એકલા વિશ્વનું લગભગ 40% કોફી ઉત્પાદન કરે છે. પણ લાંબા સમયથી ક્લાઈમેટ ચેન્જને કારણે બ્રાઝિલ અનિયમિત હવામાન પેટર્નનો સામનો કરી રહ્યું છે, ક્યારેક બ્રાઝિલમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે, તો ક્યારેક અતિશય ગરમી પડે છે, જેનો સીધો પ્રભાવ કોફીના કુલ ઉત્પાદન પર પડે છે.આ ઉત્પાદન બ્રાઝિલના પોતાના વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આખરે, વિશ્વનો સૌથી મોટો કોફી ઉત્પાદક બ્રાઝિલ વિશ્વનો ત્રીજો સૌથી મોટો કોફી ગ્રાહક પણ છે. તે જ રીતે, જો આપણે વિશ્વના બીજા સૌથી મોટા કોફી સપ્લાયર વિયેતનામની વાત કરીએ, તો તે પણ અનિયમિત આબોહવાના જોખમોને જોતા તેની ખેતી પદ્ધતિમાં ફેરફાર કરી રહ્યું છે.

હવે, જ્યાં કોફી ઉત્પાદનના આ વિશાળ દેશો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યાં ભારતીય કોફી આ અંતર ભરવાનું કામ કરી રહી છે. પરિણામ એ છે કે આજે ભારતીય કોફીની માંગ વધી રહી છે, ભલે તે યુરોપ હોય કે રશિયા, તુર્કી કે UAE. પણ આ વધતી માંગ માટે ભારત ફક્ત બીજાઓની નિષ્ફળતા પર આધારિત નથી, પણ ભારતીય કોફીની પોતાની અનોખી ગુણવત્તા પણ જવાબદાર છે.

ભારતમાં ઋતુઓની બદલાતી પેટર્નને કારણે કોફી ઉત્પાદનને નુકસાન

જો કે ભારત પણ વૈશ્વિક આબોહવા પરિવર્તનના થઈ રહેલા પ્રભાવથી મુક્ત નથી. અહીં ગયા વર્ષે ભારતીય કોફી બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે દર વર્ષે બદલાતા હવામાનની પેટર્ન અને અનિયમિત વરસાદની પેટર્નથી કોફીનું ઉત્પાદન અને ગુણવત્તાને નુકસાન થઈ રહ્યું છે. રિપોર્ટ જણાવે છે કે એપ્રિલ અને મે મહિના દરમિયાન ઊંચા તાપમાન અને જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ અને પૂરને કારણે છોડ અને ફળોને નુકસાન થયું છે. જેના કારણે કોફીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

આ ઉપરાંત, કારણ કે ભારતની બધી કોફી સૂર્યમાં સુકાવવામાં આવે છે, તેથી અચાનક અને મોસમ વિરુદ્ધ વરસાદ કોફીની સૂકવણી પ્રક્રિયાને પણ જટિલ બનાવી રહ્યા છે. એટલું જ નહીં, આ અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સકલેશપુર અને વાયનાડ જેવા કોફી ઉગાડવાના વિસ્તારોમાં થયેલા ભૂસ્ખલનને કારણે કોફીના વાવેતરને ભારે નુકસાન થયું છે. જેના કારણે દેશના કોફી બેલ્ટને 15 થી 20% સુધીનું અંદાજિત ઉત્પાદન નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતને કોફી કિંગ બનવામાં મદદરૂપ થશે ચીન!

ભારતને ગ્લોબલ કોફી કિંગ બનવામાં ભારતનો પાડોશી દેશ ચીન એક મહત્વનો ભાગ ભજવી શકે છે. ચીન લાંબા સમયથી મુખ્યત્વે ચા પીવાના દેશ તરીકે ઓળખાય છે. પણ છેલ્લા કેટલાક સમયમાં ચીનના લોકોમાં ઇન્સ્ટન્ટ કોફીનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પરિણામ એ છે કે આજે ચીનમાં 50,000 થી વધુ બ્રાન્ડેડ કોફી આઉટલેટ્સ વિકસાવવામાં આવ્યા છે. ચીનમાં કોફીનો વધતો ક્રેઝ આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે અહીં કોફીની આયાત છેલ્લા 10 વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ છે. આમ, જો ભારત ચીન જેવા બજારમાં પોતાની હાજરી વધારે છે, તો ભારત વૈશ્વિક કોફી બજારમાં પોતાની નિકાસ નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. એટલું જ નહીં, જો ભારત ખરેખર કોફીનો રાજા બનવા માંગે છે, તો તેણે યુરોપિયન દેશો જેવા પરંપરાગત આયાતકારોની સાથે સાથે અન્ય નવા ઉભરતા કોફી બજારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....