હવે ઈરાને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યુ, ભારતીય લઘુમતીઓ પર વિવાદસ્પદ નિવેદન આપ્યું
ભારતમાં લઘુમતીઓ પર ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભારતે આ નિવેદનનો સખત વિરોધ નોંધાવ્યો છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ વિશ્વભરના મુસ્લિમોમાં એકતાનું આહ્વાન કર્યું હતું. જેમાં તેણે ભારત, ગાઝા અને મ્યાનમારમાં મુસ્લિમોની પીડા રજૂ કરી હતી. ભારતે ખામેનીના આ નિવેદનને વખોડી કાઢ્યું છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ X પર એક પોસ્ટમાં ભારત, ગાઝા અને મ્યાનમારમાં મુસ્લિમોની પીડાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઇસ્લામના દુશ્મનોએ હંમેશા ઇસ્લામિક ઉમ્મા તરીકેની અમારી સહિયારી ઓળખના સંદર્ભમાં અમને ઉદાસીન બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઈસ્લામિક ઉમ્માનું સન્માન જાળવવાનું મુખ્ય ધ્યેય હાંસલ કરવું એ એકતા દ્વારા જ શક્ય છે.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ભારતમાં લઘુમતીઓ વિશે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી છે, જે અસ્વીકાર્ય છે. લઘુમતીઓ વિશે ટિપ્પણી કરનારા દેશોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પહેલા તેમની પોતાની તપાસ કરે.