Justnownews

ઉ. કોરિયાએ દ. કોરિયાને આપી ન્યુકલિયર એટેકની ધમકી, કિમ જોંગે આપી તીખી પ્રતિક્રિયા

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની અને જો ઉશ્કેરવામાં આવશે તો દક્ષિણ કોરિયાને કાયમ માટે નષ્ટ કરવાની ધમકી આપી છે.  અગાઉ દક્ષિણ કોરિયાના નેતાઓએ ચેતવણી આપી હતી કે જો કિમ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે તો તેનું શાસન તૂટી જશે. આ નિવેદન પર કિમ જોંગે તીખી પ્રતિક્રિયા આપી છે.

સ્પેશિયલ ઓપરેશન ફોર્સ યુનિટની મુલાકાત દરમિયાન  કિમે જણાવ્યું હતું કે જો દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વ પર અતિક્રમણ કરીને સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે, તો તેની વિરૂદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે.

કિમે દક્ષિણ કોરિયાને ધમકી આપી અને કહ્યું કેજો આવી સ્થિતિ આવે છે, તો સિયોલ અને રિપબ્લિક ઓફ કોરિયાનું કાયમી અસ્તિત્વ અશક્ય બની જશે.” કિમનું નિવેદન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના ભાષણની પ્રતિક્રિયા હતી. દક્ષિણ કોરિયાની સૌથી શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલ અને ઉત્તર કોરિયાને નિશાન બનાવી શકે તેવા અન્ય શસ્ત્રોનું અનાવરણ કરતાં યૂને કહ્યું કે જે દિવસે ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે તે દિવસે કિમ સરકારનો અંત આવશે.

Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine

Exit mobile version