નાસાના અવકાશયાન વોયેજર-૨નો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. તે એક વિજ્ઞાન સાધન છે, જેના દ્વારા અવકાશયાન પ્લાઝમા વિશેનો ડેટા પૃથ્વી પર પાછો મોકલે છે. ૨૬ સપ્ટેમ્બરે તેના વિજ્ઞાનના સાધનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિગ્નલને અવકાશમાં પહોંચવામાં ૧૯ કલાકનો સમય લાગ્યો હતો.
નાસાના વોયેજર-૨ અવકાશયાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. નાસાની ટીમ અનુસાર, તેની ઉર્જા સતત ઘટી રહી છે. આ પ્રયાસમાં તેનું એક વિજ્ઞાન સાધન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ અવકાશયાન પૃથ્વીથી ૨૦.૯ અબજ કિલોમીટરના અંતરે અવકાશમાં આગળ વધી રહ્યું છે.
મિશન એન્જિનિયરોએ વોયેજર ૨ના પ્લાઝ્મા સાયન્સ, અથવા PLS, પ્રયોગને બંધ કરવાનો આદેશ મોકલ્યો. તેનો ઉપયોગ સૌર પવનોનું અવલોકન કરવા માટે થતો હતો. ૨૬ સપ્ટેમ્બરે ડીપ સ્પેસ નેટવર્ક (DSN) નો ઉપયોગ કરીને તેને બંધ કરવાનો સંકેત મોકલવામાં આવ્યો હતો. DSN એ વિશાળ રેડિયો એન્ટેનાની શ્રેણી છે જે અવકાશમાં અબજો કિલોમીટર સુધી માહિતી મોકલી શકે છે.
નાસાએ જણાવ્યું હતું કે વોયેજર-૨ સુધી સંદેશ પહોંચવામાં ૧૯ કલાકનો સમય લાગ્યો હતો અને ૧૯ કલાક પછી રીટર્ન સિગ્નલ મળ્યો હતો. આ અવકાશયાન ઘણું જૂનું છે અને તેનો ઉર્જા ભંડાર સતત ઘટી રહ્યો છે. NASA અપેક્ષા રાખે છે કે ૨૦૩૦ સુધી વોયેજર ૨ કાર્યરત રહેશે.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel