Justnownews

મુકેશ ખન્નાનો દાવ અવળો પડ્યો, ટ્રોલર્સે કિલવિશને શક્તિમાનથી બચાવવા કરી અપીલ

Mukesh Khanna

90ના દાયકાના બાળકો માટે ‘શક્તિમાન’ તેમનો ફેવરિટ શો હતો પરંતુ હવે એ જ બાળકો વિચારે છે કે મુકેશ ખન્નાને શું થયું છે. મુકેશ ખન્નાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમની સરખામણી જયા બચ્ચન સાથે કરવામાં આવી રહી છે. તેમજ તેને જોયા બાદ લોકોએ કિલવિશ પાસે મદદ પણ માંગી છે.

shaktimaan

શક્તિમાનમાટે 90ના દાયકાના બાળકો માટે એક અલગ પ્રકારનો પ્રેમ છે અને તે સમયના બાળકોનો સુપરહીરો પણ છે પરંતુ જ્યારથી નિર્માતાઓએ મુકેશ ખન્ના સાથે આ શક્તિમાનની જાહેરાત કરી છે  ત્યારથી અભિનેતા જબરદસ્ત ટ્રોલ થઈ રહ્યો છે. હવે મુકેશ ખન્ના પોતાનો ગુસ્સો ગુમાવીને એક ક્લિપમાં પત્રકારો પર બૂમો પાડતા જોવા મળે છે. ક્લિપમાં મુકેશ ખન્ના પત્રકારોને ચૂપ રહેવા કહેતા જોવા મળે છે.

એક નેટીઝને તો મુકેશ ખન્નાની જયા બચ્ચન સાથે સરખામણી પણ કરી કારણ કે જયા બચ્ચન આવા નિવેદનો માટે સૌથી વધુ જાણીતા છે. એકે લખ્યું- તમે કાં તો હીરો બનીને મરી જશો… અથવા વિલન બનવા માટે જીવશો. કેટલાક યુટ્યૂબર્સે મુકેશ ખન્ના પર રોસ્ટ વીડિયો બનાવ્યા છે. જેમાં ખુલ્લેઆમ હવે શક્તિમાન ન બનવાની સલાહ આપી છે. મુકેશ ખન્નાનો તાજેતરનો શક્તિમાન બનવાનો દાવ અવળો પડ્યો છે. ટ્રોલર્સ અને યુઝર્સે મુકેશ ખન્નાને શક્તિમાનની ગરિમા જાળવવાની દુહાઈ પણ આપી દીધી છે.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

Exit mobile version