મુહમ્મદ યુનુસે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની કરી સત્તાવાર જાહેરાત
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની યોજનાની જાહેરાત કરી છે. આ વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં અવામી લીગ સરકારની હકાલપટ્ટી બાદથી શેખ હસીના ભારતમાં શરણ લઈ રહી છે.
બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું છે કે તેમનું વહીવટીતંત્ર હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીનાને સ્વદેશ પરત લાવવાની ભારત પાસે માંગ કરશે. મોહમ્મદ યુનુસે 100 દિવસનો કાર્યકાળ પૂર્ણ થવા પર રાષ્ટ્રને આપેલા સંબોધનમાં, યુનુસે કહ્યું કે વચગાળાની સરકાર હસીના સહિતના લોકો સામે કાર્યવાહી કરશે, જેઓ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શન દરમિયાન સેંકડો મૃત્યુ માટે જવાબદાર હતા.
હસીનાએ દેશ છોડ્યાના ૩ દિવસ બાદ ૮ ઓગસ્ટે યુનુસે વચગાળાની સરકારના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે માત્ર વિરોધ પ્રદર્શનમાં થયેલા મૃત્યુ જ નહીં, પરંતુ હસીનાના કાર્યકાળ દરમિયાન કથિત રીતે લાપતા થયેલા અન્ય તમામ માનવાધિકાર ઉલ્લંઘનોની તપાસ કરવામાં આવશે, બાંગ્લાદેશે હસીના અને તેના સહયોગીઓની ધરપકડ માટે ‘રેડ કોર્નર‘ નોટિસ જાહેર કરી છે. નોટિસ માટે વૈશ્વિક પોલીસ સંગઠન ઈન્ટરપોલની મદદ લેવામાં આવી છે.
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા યુનુસે કહ્યું, “અમે સરમુખત્યાર શેખ હસીનાને સ્વદેશ પરત લાવવાની માંગણી ભારતને કરીશું.” મેં આ મુદ્દા પર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના મુખ્ય ફરિયાદી કરીમ ખાન સાથે ચર્ચા કરી હતી અને તેના નજીકના સહયોગીઓ દેશમાં અનેક ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે. જો કે યુનુસની આગેવાની હેઠળની સરકાર પણ આ કેસ ICCને સોંપવા માટે આગ્રહ કરી રહી છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began