વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરતા બંને શહેરોમાં રહેતા નાગરિકોમાં આનંદ વ્યાપી ગયો છે. પીએમ મોદીએ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા ટ્રેકનું ઉદ્દઘાટન કર્યુ હતું.
ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોમસ્ટેટની મુલાકાતે છે. તેમણે ગુજરાતને કુલ ૮૦૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં સૌથી મહત્વનો અમદાવાદથી ગાંધીનગર વચ્ચેનો મેટ્રો રૂટ પ્રોજેક્ટ છે.
પીએમ મોદીએ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગરના સેક્ટર 1 ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કર્યુ હતું અને લીલીઝંડી આપી હતી.
વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની શરૂઆત કરી દીધી છે. જેના લીધે અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતાં વિદ્યાર્થી, સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા હજારો લોકોના સમય અને શક્તિ બચશે.