Justnownews

શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી માટે મોહમ્દ યુનુસના ધમપછાડા, ઈન્ટરપોલની લેશે મદદ

sheikh hasina

બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવા માંગે છે. આ માટે હવે તે ઈન્ટરપોલની મદદ લેવા જઈ રહી છે. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર ટૂંક સમયમાં જ શેખ હસીના માટે રેડ કોર્નર નોટિસ જારી કરશે.

bangladesh chaos-

બાંગ્લાદેશની વચગાળાની સરકારનું કહેવું છે કે તે દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેશે. પીટીઆઈ દ્વારા આ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. 77 વર્ષીય અવામી લીગના વડા શેખ હસીના અને તેમની પાર્ટીના નેતાઓ પર વિદ્યાર્થી વિરોધી આંદોલનના ક્રૂર દમનનો આરોપ છે. આના પરિણામે જુલાઈ-ઓગસ્ટના વિરોધ પ્રદર્શન દરમિયાન સેંકડો જાનહાનિ થઈ હતી. બાદમાં આ ચળવળ મોટા પાયે વિદ્રોહમાં ફેરવાઈ ગઈ, જેના કારણે તેઓ ભાગીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.

મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારનું કહેવું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 753 લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા. સરકારે કહ્યું છે કે હસીના અને તેના અવામી લીગના નેતાઓ વિરુદ્ધ ઓક્ટોબરના મધ્ય સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ અને પ્રોસિક્યુશન ટીમમાં ૬૦થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહાર સાથે સંબંધિત છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, કાયદાકીય બાબતોના સલાહકાર આસિફ નઝરુલે કહ્યું, ‘ખૂબ જ ટૂંક સમયમાં ઈન્ટરપોલને રેડ નોટિસ જારી કરવામાં આવશે. દુનિયામાં આ ભાગેડુઓ ક્યાં છુપાયેલા છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમને પાછા લાવવામાં આવશે અને કોર્ટ ન્યાય કરશે.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version