મોહમ્મદ યુનુસનું નવું ગતકડું, બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનનો ફોટો રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવ્યો
બાંગ્લાદેશની વચગાળાની સરકાર દેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના દરેક નિશાનને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે રાષ્ટ્રપતિ ભવનમાંથી શેખ મુજીબુર રહેમાનનો ફોટો હટાવી દીધો છે. ઓગસ્ટમાં હિંસા પછી પણ શેખ મુજીબની તસવીર અને મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ બળવા પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની સરકાર કાર્યરત છે. યુનુસ સરકાર દેશને આઝાદ કરાવનાર બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનનું નામ ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે. ઓગસ્ટમાં વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ પણ દેશમાં વિભાજન થયું છે.
શેખ હસીના ઓગસ્ટની શરૂઆતમાં બાંગ્લાદેશથી ભારત આવી હતી. પરંતુ તેમના આગમન પછી પણ, તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની મૂર્તિઓ અને ફોટોગ્રાફ્સ પર વિરોધીઓ દ્વારા હુમલો કરવાનું ચાલુ રાખ્યું. બાંગ્લાદેશને તેની આઝાદીની યાદ અપાવતી કોઈપણ વસ્તુને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હવે આ ક્રમમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી મુજીબુર રહેમાનનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. મોહમ્મદ યુનુસની રખેવાળી સરકાર વિદ્યાર્થી નેતાઓ સામે ઝૂકી ગઈ છે. મુજીબુર રહેમાને પાકિસ્તાનથી અલગ થઈને 1971માં બાંગ્લાદેશની રચના કરી. બાંગ્લાદેશનો સમાજ આઝાદીને લઈને પણ વિભાજિત છે. મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાની નિયંત્રણને ખતમ કરવા માટે લડ્યા. તે જ સમયે, અનેક લોકોએ પાકિસ્તાનની દમનકારી નીતિઓને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું હતું.
બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન પાછળ માસ્ટરમાઇન્ડ ગણાતા વિદ્યાર્થી નેતા મહફૂઝ આલમે ફેસબુક પોસ્ટમાં કહ્યું કે દરબાર હોલમાંથી મુજીબુર રહેમાનનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. પોસ્ટમાં તેણે દરબાર હોલનો ફોટો શેર કર્યો હતો, જ્યાંથી મુજીબુરનો ફોટો ગાયબ હતો. જો કે આ ઘટનાથી બાંગ્લાદેશમાં ચકચાર મચી ગઈ છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began