Justnownews

મેગાસ્ટાર ચિરંજીવીની ફેન્સને દશેરા પર અનોખી ભેટ, પોતાની આગામી ફિલ્મ ‘વિશ્વંભર’નું ટીઝર કર્યુ રિલીઝ  

પેનઈન્ડિયા મેગાસ્ટાર ચિરંજીવીએ વિજયાદશમી પર પોતાના ચાહકોને ભેટ આપી છે. તેણે આગામી ફિલ્મ વિશ્વંભરનું શાનદાર ટીઝર લોન્ચ કર્યું છે. આ ટીઝરમાં જોરદાર વીએફએક્સ જોવા મળી રહ્યું છે. ફેન્સ આ ટીઝરથી એકસાઈટેડ છે.

માત્ર સાઉથ જ નહિ હવે સમગ્ર ભારતના મેગાસ્ટાર ચિરંજીવીએ વિજયાદશમીના અવસર પર પોતાના ચાહકોને મોટી ભેટ આપી છે. મેગાસ્ટારે આજે ૧૨મી ઓક્ટોબરે તેની આગામી એક્શન ફિલ્મ વિશ્વંભરનું ધાંસુ ટીઝર રિલીઝ કર્યુ છે. ટીઝરમાં એમએમ કીરવાણીનું પાવરફુલ VFX અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોઈ શકાય છે. ચિરંજીવીની એન્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે.

શનિવારે, ચિરંજીવીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આગામી કાલ્પનિક એક્શન ડ્રામા વિશ્વંભરનું ટીઝર અપલોડ કર્યું અને તેના ચાહકોને વિજયાદશમીની શુભકામનાઓ આપતા કેપ્શનમાં લખ્યું, ‘બ્રહ્માંડ ધ્રૂજે છે, વિશ્વ ડગે છે, તારાઓ ધ્રૂજે છે. વિશ્વંભરાનું ટીઝર રિલીઝ. વિશ્વંભરા ટીમ આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મેગા માસ બિયોન્ડ ધ બ્રહ્માંડ‘.

વિશ્વંભરનું ટીઝર એકદમ આકર્ષક છે. તે પ્રેક્ષકોને બ્રહ્માંડની અંદર છુપાયેલા વિશ્વમાં લઈ જાય છે. એક એવું સ્થળ જે પૌરાણિક જીવો અને મનમોહક દ્રશ્યોથી ભરેલું છે. ટીઝરમાં આકાશમાં ઉડતા ડ્રેગન અને ડાયનોસોર જેવા જીવોના અદભૂત દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. ટીઝરમાં જે ક્રિએશન બતાવવામાં આવ્યું છે, જે હોલિવૂડની ફિલ્મ અવતારની યાદ અપાવે છે.

ટીઝરમાં ચિરંજીવીની પોતાની અલૌકિક શક્તિઓથી રાક્ષસને મારતો જોવા મળે છે. ટીઝર પરથી અનુમાન લગાવી શકાય છે કે વિશ્વંભર એક શાનદાર ફિલ્મ હશે. જે દર્શકોને પૌરાણિક દ્રશ્યો સાથે જાદુઈ દુનિયામાં લઈ જશે. આમાં, આ કાલ્પનિક બ્રહ્માંડને જીવંત કરવામાં VFX મુખ્ય ભૂમિકા ભજવશે.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

Exit mobile version