કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર આકરા વાક પ્રહારો કર્યા છે, તેમને ‘ઝેરી સાપ‘ ગણાવ્યા છે. મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે આ બંને પક્ષો દેશ માટે ખતરો છે અને તેમને ખતમ કરવા તે સમયની જરૂરિયાત છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના સાપ અને ઝેર સાથે કરી છે. તેમણે બંનેને રાજકીય રીતે સૌથી ખતરનાક ગણાવ્યા છે. ખડગેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતના એક દિવસ પહેલા સાંગલીમાં એક જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું કે હવે ઝેરીલા સાપને મારવાનો સમય આવી ગયો છે. ખડગેના નિવેદન પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘ભારતમાં જો રાજકીય રીતે સૌથી ખતરનાક કંઈ હોય તો તે ભાજપ અને આરએસએસ છે. તેઓ ઝેર જેવા છે. જો કોઈ સાપ કરડે તો તે વ્યક્તિ (જેને કરડ્યો હોય) મૃત્યુ પામે છે… આવા ઝેરી સાપને મારવા જોઈએ.
ખડગેના નિવેદન પર ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે આ પ્રેમની દુકાન છે કે નફરતની જીભ. પ્રજા દ્વારા ત્રણ વખત ચૂંટાયેલા વ્યક્તિને ઝેરી સાપ કહીને મારવાની વાત કરવી એ હિંસા ભડકાવવા સમાન છે. તેઓ ચૂંટણીમાં હિંસાનો ઉપયોગ કરવા માંગે છે. કોંગ્રેસ અને મલ્લિકાર્જુન આને ચૂંટણી નહીં પણ જેહાદ તરીકે જુએ છે.