મહેશ બાબુએ તેલંગાણાના પૂર અસરગ્રસ્તો માટે ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યુ
‘પ્રિન્સ ઑફ ટોલીવુડ‘ મહેશ બાબુએ આજે 23 સપ્ટેમ્બરે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને રૂબરૂ મળીને દાનો ચેક સોંપ્યો હતો. મહેશ બાબુએ સીએમ રેવંત રેડ્ડીને 50 લાખ રૂપિયાનો ચેક આપીને પોતાની ઉદારતા વ્યક્ત કરી હતી.
ટોલીવુડ સુપરસ્ટાર મહેશ બાબુ આજે 23 સપ્ટેમ્બરે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને તેમના ઘરે પહોંચ્યા હતા. મહેશ બાબુએ મુખ્યમંત્રીને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. મહેશ બાબુ તેમની પત્ની-અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે સીએમ આવાસ પર ગયા હતા.
સીએમ રેવંત રેડ્ડીએ આ સ્ટાર કપલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રીએ દંપતીને ફૂલોનો ગુલદસ્તો અને શાલ આપીને આવકાર્યા. આ પછી મહેશ બાબુએ મુખ્યમંત્રીને દાનની રકમ 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો.
આ મહિનાની શરૂઆતમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ખરાબ પરિસ્થિતિમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ લોકોની મદદ માટે આગળ આવી જેમાં મેગાસ્ટાર ચિરંજીવી, મહેશ બાબુ, જુનિયર એનટીઆર, નંદામુરી બાલકૃષ્ણ અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ અને સાઉથ સિનેમાના પાવર સ્ટાર પવન કલ્યાણનો સમાવેશ થાય છે.