Justnownews

આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, રાષ્ટ્રપતિ-વડાપ્રધાન-રાજકીય દિગ્ગજો અને મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ

મહત્મા ગાંધીની ૧૫૫મી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભાવોએ રાજઘાટ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમો યોજાયા છે. 65થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.

મહત્મા ગાંધીની 155મી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભાવોએ રાજઘાટ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મહાનુભાવોએ બાપુની સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા ‘X’ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે તેઓ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમણે સત્ય, સંવાદિતા અને સમાનતા પર આધારિત બાપુના જીવન અને આદર્શોની કાયમી અસર પર ભાર મૂક્યો હતો. તેમના આ સિદ્ધાંતો દેશના લોકોને પ્રેરણા આપતા રહેશે.

આ સાથે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પોસ્ટ કરતી વખતે, તેમણે લખ્યું કે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને, જેમણે દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે બ્રિટિશ સરકારના શાસન સામે દેશમાં આઝાદી માટે સંઘર્ષ કર્યો અને તેમના અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. સમગ્ર દેશ તેમના યોગદાનને યાદ કરે છે. ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા, મહાત્મા ગાંધી અથવા મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસક વિરોધ અપનાવ્યો અને અત્યંત ધીરજ સાથે સંસ્થાનવાદી બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા સંગ્રામમાં મોખરે રહ્યા. પરિણામે ૧૯૪૭માં ભારતને આઝાદી મળી.

ભારત ઉપરાંત અનેક દેશોએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું સન્માન કર્યુ છે. ઘણા દેશોમાં તેમની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ૬૫થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.

Read Also Haryana Election 2024: Priyanka Gandhi to Campaign with Vinesh Phogat in Julana

Exit mobile version