Justnownews

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે મંત્રાલયના ત્રીજા માળેથી લગાવી છલાંગ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર અને અજિત પવાર જૂથના ધારાસભ્ય નરહરિ જીરવાલે મહારાષ્ટ્ર મંત્રાલયની બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મુક્યું હતું. જોકે, નેતા સેફ્ટી નેટ પર પડ્યા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર અને અજિત પવાર જૂથના ધારાસભ્ય નરહરિ જીરવાલે મહારાષ્ટ્ર મંત્રાલયની બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મુક્યું હતું. ધનગર સમુદાય દ્વારા માંગવામાં આવેલ એસટી (અનુસૂચિત જનજાતિ) અનામત સામે ચાલી રહેલા વિરોધ મુદ્દે તેમણે આ પગલું ભર્યુ છે.

સુરક્ષા અધિકારીઓએ તેમના સુધી પહોંચીને તેમને સેફેટી નેટમાંથી બહાર કાઢ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરહરિ બે દિવસ પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા આવ્યા હતા, પરંતુ તેમની મુલાકાત થઈ શકી ન હતી. આ પછી તેઓ શુક્રવારે સીએમને મળવા પણ ગયા હતા, પરંતુ સીએમ ઉપલબ્ધ નહોતા.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર અને અજિત પવાર જૂથના ધારાસભ્ય નરહરિ જીરવાલની સાથે અન્ય આદિવાસી ધારાસભ્યો પણ કુદયા હતા. તેમણે નેટ પર સૂત્રોચ્ચાર કર્યા હતા.

Read Also Bihar Politics: Political Activity Gathers Pace, Important JDU Meeting Led by CM Nitish Tomorrow

Exit mobile version