બાંગ્લાદેશ સરહદે મોટી સંખ્યામાં ઘુસણખોરી ઝડપાઈ, BSFએ મોટા કબુતરબાઝને પડક્યો
શેખ હસીનાની સરકાર ગયા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી ગઈ છે. આ દરમિયાન ત્યાંથી ભારતમાં ઘૂસણખોરીને લઈને મોટો ખુલાસો થયો છે. સીમા સુરક્ષામાં લાગેલા BSFએ એક માસ્ટર માઈન્ડને પકડી પાડ્યો છે. જેણે ૧૦૦થી વધુ બાંગ્લાદેશીઓને ભારતમાં ઘુસાડ્યા છે.
બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં લોકોને ભારતમાં ઘૂસાડવામાં સામેલ એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં ભારત-બાંગ્લાદેશ સરહદની રક્ષા કરતા BSFએ પશ્ચિમ બંગાળમાં રહેતા માસ્ટરમાઇન્ડને પકડી પાડ્યો છે. જેની પૂછપરછ દરમિયાન આ રેકેટનો કિંગપીન પણ બહાર આવ્યો છે. જે બાંગ્લાદેશના શ્યામ નગરમાં રહે છે.
આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેણે થોડા જ સમયમાં ૧૦૦થી વધુ બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવ્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપીને અન્ય એજન્સીઓને સોંપવામાં આવ્યો છે. જેથી કરીને એ જાણી શકાય કે જે ઘૂસણખોરી થઈ છે તેમાં કોઈ આતંકવાદી અને અસામાજિક તત્વો પણ સામેલ છે કે કેમ? અથવા સામાન્ય બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. જેઓ બાંગ્લાદેશ છોડીને રોજીરોટી કમાવવાના ઈરાદાથી ભારત લાવવામાં આવ્યા હતા.
BSFના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સંદર્ભે અમને ગુપ્ત માહિતી મળી હતી. તેના પર કામ એક્શન લઈને દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરની ૧૧૮ બટાલિયનના BOP શમશેર નગરના સૈનિકોએ આ રેકેટ પકડી પાડ્યું હતું. આરોપી ઇન્ટરનેશનલ બોર્ડર (IB) પાસે ઝડપાયો હતો. આરોપી પશ્ચિમ બંગાળના હેમનગર કોસ્ટલ એરિયાના કાલિતાલા ગામનો રહેવાસી છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે બાંગ્લાદેશ સ્થિત આ રેકેટનો લીડર તેના ત્રણ સહયોગીઓ સાથે મળીને બાંગ્લાદેશી નાગરિકોને બોટમાં બેસાડીને નદીના માર્ગે ભારતીય સરહદ સુધી લઈ જતો હતો. જ્યાંથી આ ભારતીય દલાલ તેમને પોતાની સાથે લાવીને પશ્ચિમ બંગાળમાં મુકતો હતો. આ માટે તે ઘૂસણખોર દીઠ ૩૫૦૦ બાંગ્લાદેશી ટકા લેતો હતો. આ રીતે લગભગ બે વર્ષમાં તેણે ૧૦૦થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ઘુસાડી દીધા છે.