Justnownews

કેરળ વિધાનસભા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિરોધી ઠરાવ પસાર કરશે

કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રસ્તાવ વિરોધી ઠરાવ પસાર કરશે. તેમણે કેન્દ્ર સરકારનો આ પ્રસ્તાવ લોકશાહી વિરોધી ગણાવ્યો છે.

કેરળ સરકાર આજે વિધાનસભામાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીસુધારાનો વિરોધ કરતો ઠરાવ રજૂ કરવાની છે. મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન ઠરાવ રજૂ કરશે, જેમાં કેન્દ્ર સરકારનો આ પ્રસ્તાવ લોકશાહી વિરોધી ગણાવ્યો છે. વિપક્ષી નેતા અને અન્ય પક્ષના નેતાઓના અભિપ્રાયો બાદ રાજ્યની માંગ તરીકે ઠરાવ રજૂ કરવામાં આવશે.

મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને લોકશાહી દળોએ આપણી લોકશાહીની રક્ષા માટે એક થવું જોઈએ તેવું તેમના એકસ હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.  વિપક્ષના નેતા, વી ડી સતીસને પણ દરખાસ્તનો સખત વિરોધ કર્યો હતો, અને તેને ભારતીય લોકશાહી માટે “અવ્યવહારુ” ગણાવ્યું હતું.

વી ડી સતીસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર પર સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. જીવનના તમામ ક્ષેત્રોમાં એકરૂપતા લાદવાના લક્ષ્ય માટે CPIRSSની ટીકા કરી. એક કર, એક ભાષા, એક સંસ્કૃતિ, એક ધર્મ પછી, તેઓ હવે એક ચૂંટણી, એક પક્ષ અને એક નેતા તરફ આગળ વધી રહ્યા છે.

Read Also Atishi Moves Into Delhi CM Residence, Vacated by Arvind Kejriwal Three Days Ago

Exit mobile version