Justnownews

કેજરીવાલે મોહન ભાગવતને ૫ સવાલો દર્શાવતો પત્ર લખ્યો, આરએસએસની કાર્યપદ્ધતિ પર કર્યા સવાલ

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે RSSના વડા મોહન ભાગવતને કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને અને ભ્રષ્ટ નેતાઓને તેમના ગણમાં સામેલ કરીને વિપક્ષી સરકારોને તોડી પાડવાની ભાજપની કથિત કાર્યપ્રણાલિ પર પાંચ પ્રશ્નો પૂછ્યા છે. તેમણે પૂછ્યું છે કે શું આરએસએસ આવી કાર્યવાહીનું સમર્થન કરે છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે RSSના વડા મોહન ભાગવતને પત્ર લખીને ૫ પ્રશ્નો પૂછ્યા છે. જેમાં ચૂંટાયેલ સરકારોને તોડી પાડવા માટે માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવો,  “ભ્રષ્ટ” રાજકારણીઓને સામેલ કરવા અને નિવૃત્તિ વય પર ભાજપની જે કાર્યપ્રણાલિ છે તે આરએસએસ સ્વીકારે છે કે નહીં તેવા વેધક સવાલોનો સમાવેશ થાય છે.

કેજરીવાલે પત્રની શરૂઆતમાં મોદી સરકાર દેશને કઈ દિશામાં લઈ જઈ રહી છે તેના પર ચિંતા વ્યક્ત કરીને આ રીતે લોકશાહી ખતમ થઈ જશે તેમ જણાવ્યું છે.  “મોદી સરકાર દેશ અને દેશની રાજનીતિને જે દિશામાં લઈ જઈ રહી છે તે ખૂબ જ ખતરનાક છે, જો આમ જ ચાલતું રહ્યું તો આપણી લોકશાહી ખતમ થઈ જશે અને આપણો દેશ ખતમ થઈ જશે”.

અહી પણ જોવો : up-by-election-yogi-government-removes-muslim-blos-sp-leader-makes-big-revelation-with-names

કેજરીવાલે પૂછ્યું છે કે, જે કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 75 વર્ષની વયે નિવૃત્ત થયા હતા તે કાયદો પીએમ મોદીને પણ લાગુ પડશે? “શું કાયદો દરેક માટે સમાન ન હોવો જોઈએ?”

વિપક્ષી સરકારોને તોડી પાડવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવા અંગે, કેજરીવાલે પ્રશ્ન કર્યો કે શું આરએસએસ ED-CBIનો ઉપયોગ કરીને અને અપ્રમાણિક રીતે સત્તા મેળવવાની સરકારોને તોડી પાડવાને સ્વીકારે છે.

Exit mobile version