Justnownews

કેજરીવાલ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરશે, ૧૧ જિલ્લામાં ૧૩ કાર્યક્રમોમાં ભાગ લેશે

હરિયાણા વિધાનસભા ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ જગધરીમાં પાર્ટીના પ્રચારમાં જોડાવાના છે. AAPના મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે માહિતી આપતા જણાવ્યું કે, AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરના રોજ જગાધરી મતવિસ્તારમાં રોડ શો કરશે.

કેજરીવાલ જગાધરીમાં રોડ શો કરીને AAPના હરિયાણા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. તેો આગામી દિવસોમાં ડબવાલી, રાનિયા, ભિવાની, મેહમ, કલાયત, અસંધ અને બલ્લભગઢ મતવિસ્તારોને આવરી લેતા 11 જિલ્લાઓમાં 13 કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

એક્સાઇઝ પોલિસી કેસમાં ગયા અઠવાડિયે તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ હરિયાણામાં ભરપૂર પ્રચાર કરશે.

AAP હરિયાણાની તમામ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ સાથે સીટ-શેરિંગની કોઈ સંભાવના પણ નથી. AAP હરિયાણામાં શાસન પરિવર્તન અને કેજરીવાલના શાસનનું મોડલ રાજ્યમાં લાવવાનું લક્ષ્ય રાખીને સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે.

Exit mobile version