Justnownews

કર્ણાટક હાઈકોર્ટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલી વધારી દીધી, MUDA કૌભાંડ અંગે હવે ચાલસે કેસ

કર્ણાટક હાઈકોર્ટે MUDA કૌભાંડ અંતર્ગત મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આ કેસમાં 12 સપ્ટેમ્બરે નિર્ણય અનામત રાખ્યો હતો.

MUDA કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પારોઠના પગલાં ભરવા પડ્યા છે. કર્ણાટક હાઈકોર્ટની નાગપ્રસન્ના બેન્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી હતી. તેમણે કથિત MUDA કૌભાંડમાં તેમની સામે કેસ ચલાવવા માટે રાજ્યપાલની મંજૂરીને પડકારી હતી.

મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) માં કથિત ગેરકાયદેસરતાઓમાં તેમની વિરુદ્ધ તપાસ કરવા માટે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા આપવામાં આવેલી મંજૂરીને પડકારતી મુખ્ય પ્રધાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.

અહી પણ જોવો : swiggy-ipo-celebrities-line-up-to-buy-shares-from-rahul-dravid-to-amitabh-bachchan-already-invested

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સિદ્ધારમૈયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી.

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, આ તમામ કૃત્યોના લાભાર્થી કોઈ બહારની વ્યક્તિ નથી પરંતુ અરજદારનો પરિવાર છે. આ પિટિશનમાં જણાવવામાં આવેલા તથ્યોને નિઃશંકપણે તપાસની જરૂર પડશે. તેથી સિદ્ધારમૈયાની અરજી ફગાવી દેવામાં આવે છે.

Exit mobile version