‘ધ બકિંગહામ મર્ડર્સ’માં કરીના કપૂર છવાઈ ગઈ, ફેન્સે વખાણી ફિલ્મ
આજે રિલીઝ થયેલી કરીના કપૂર ખાનની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ‘ દર્શકોને ખુશ કરવામાં સફળ રહી છે. કરીના કપૂર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ‘ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
‘ધ બકિંગહામ મર્ડર્સ‘ ફિલ્મે તેના દમદાર ટ્રેલરથી દર્શકોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને હવે લોકો આ રહસ્યમય થ્રિલરને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મ કરીના માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે તેમાં નિર્માતા તરીકે તેની કારકિર્દી શરૂ કરી રહી છે અને આ વખતે તે એકદમ અલગ અને ગંભીર ભૂમિકામાં જોવા મળી રહી છે.
કરીનાને આ ફિલ્મ અંગે તેની પસંદગી પર ગર્વ છે અને તેને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઉત્સાહિત છે. દર્શકો હવે આ અંગે પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
‘ધ બકિંગહામ મર્ડર્સ‘ જોનારા દર્શકો X હેન્ડલ પર તેની સમીક્ષા કરી રહ્યા છે. મોટાભાગના લોકો ફિલ્મને શાનદાર ગણાવી રહ્યા છે અને ફિલ્મમાં કરીના કપૂર ખાનના કામના વખાણ થઈ રહ્યા છે.