સલમાન ખાન અને શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. 29 વર્ષ બાદ કરણ અર્જુન ફિલ્મ સિનેમાઘરોમાં રીરિલીઝ થઈ રહી છે. સલમાન ખાને ટ્વીટ કરીને માહિતી આપી છે કે બ્લોકબસ્ટર ‘કરણ અર્જુન’ દુનિયાભરના સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ રહી છે.
1995માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘કરણ અર્જુન‘ ઘણી રીતે ખાસ છે. સચિન ભૌમિક દ્વારા લખાયેલ ઉત્કૃષ્ટ વાર્તા, રાકેશ રોશન દ્વારા દિગ્દર્શન અને સૌથી ઉપર, ભારતીય સિનેમાના બે સૌથી મોટા સુપરસ્ટાર, સલમાન ખાન અને શાહરૂખ ખાનનું પહેલીવાર સ્ક્રીન પર એકસાથે આવવું.
‘કરણ અર્જુન‘ એક અતૂટ લાગણી છે જે કોઈપણ ફિલ્મ કરતાં વધુ સઘન રીતે કરોડો ચાહકોના હૃદયમાં ધબકે છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ 29 વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સલમાન ખાને ટ્વીટ કરીને માહિતી આપી છે કે બ્લોકબસ્ટર ‘કરણ અર્જુન‘ દુનિયાભરના સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ રહી છે.
સુપરસ્ટાર સલમાન ખાને સોમવારે 28 ઓક્ટોબરે ચાહકોને આ ખુશખબર આપી હતી. તેણે બપોરે 12 વાગ્યે ટ્વિટ કર્યું કે ‘કરણ અર્જુન‘ 22 નવેમ્બર 2024ના રોજ થિયેટરોમાં ફરીથી રિલીઝ થશે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં હિન્દી સિનેમાના ચાહકો તેમના નજીકના થિયેટરમાં આ ક્લાસિક ફિલ્મનો આનંદ માણી શકશે.
‘કરણ અર્જુન‘નું ટ્રેલર શેર કરતી વખતે સલમાને લખ્યું, ‘રાખીજીએ ફિલ્મમાં સાચું કહ્યું હતું કે મારા કરણ અર્જુન પાછા આવશે.‘
સલમાનના આ ટ્વીટથી ચાહકો આશ્ચર્યમાં છે. કેટલાક લોકો આ પોસ્ટ પર ફિલ્મના ડાયલોગ્સ સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ધરતીની છાતી ફાડીને આવશે.‘ બીજાએ લખ્યું, ‘જૂની યાદો નવી સાથે ભળી ગઈ છે – આ ખરેખર એક સિનેમેટિક ઇવેન્ટ હશે.‘
ઘણા યુઝર્સ દુર્જન સિંહના રોલમાં અમરીશ પુરીને યાદ કરી રહ્યા છે. એકે લખ્યું છે કે, અમે અમરીશ પુરીને ખૂબ મિસ કરીએ છીએ. બીજાએ લખ્યું છે, ‘શાહરુખ, સલમાન, અમરીશ પુરી, કાજોલ, મમત કુલકર્ણી… ભારતીય સિનેમાની શ્રેષ્ઠ આઇકોનિક ફિલ્મોમાંથી એક.‘
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving