Justnownews

કમલા હેરિસનો ચૂંટણી પ્રચાર થશે વ્યાપક, બરાક ઓબામા આપશે સાથ

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના ચૂંટણી પ્રચારમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથ આપવાના છે. અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીના અંતિમ 27 દિવસોમાં દેશભરમાં કમલા હેરિસ સાથે ઓબામાં પણ પ્રવાસ કરશે.

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પિટ્સબર્ગમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પ્રચાર ઝુંબેશને વેગ આપવા માટે જોડાવાના છે. હવે કમલા હેરિસનો ચૂંટણી પ્રચાર વ્યાપક બનશે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એલન મસ્ક જોડાયા છે અને કમલા હેરિસ સાથે બરાક ઓબામા જોડાયા છે.

ઓબામા ચૂંટણીના અંતિમ 27 દિવસોમાં દેશભરમાં પ્રવાસ કરશે. ભૂતપૂર્વ પ્રમુખ ઓબામા અને હેરિસની મિત્રતા 20 વર્ષ જૂની છે.  જ્યારે તેઓ સેનેટની ચૂંટણી લડતા હતા ત્યારે આ બંને દિગ્ગજો પ્રથમ વખત મળ્યા હતા.

હેરિસ ઓબામાની 2008ની પ્રમુખપદની બિડના પ્રારંભિક સમર્થક હતા, અને ડેમોક્રેટિક પ્રાઇમરીમાં મતદાન કરવા તરફેણ કરી હતી.

Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel

Exit mobile version