38°C
October 16, 2024
Entertainment

દુર્ગામાતાના પંડાલમાં કાજોલે ગુસ્સો કર્યો, ફેન્સે કહ્યું આ બીજી જયા બચ્ચન થશે

  • October 10, 2024
  • 1 min read
દુર્ગામાતાના પંડાલમાં કાજોલે ગુસ્સો કર્યો, ફેન્સે કહ્યું આ બીજી જયા બચ્ચન થશે

કાજોલ અને તેનો આખો પરિવાર પંડાલમાં દેવી દુર્ગાના દર્શને ગયો હતો. જ્યાં કાજોલે ગુસ્સાભર્યુ વર્તન કરતા ફેન્સે તેણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી. ફેન્સે કહ્યું કે, આ બીજી જયા બચ્ચન થશે. યોગાનુયોગ આ પંડાલમાં જયા બચ્ચન પણ હાજર હતા.

દેશભરમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. મુંબઈમાં પણ દુર્ગા પંડાલ બનાવવામાં આવ્યા છે. હંમેશની જેમ આ વર્ષે પણ કાજોલના પરિવારે એક પંડાલ લગાવ્યો હતો, જેમાં રાની મુખર્જી, સુમોના ચક્રવર્તી, તનિષા મુખર્જી, અયાન મુખર્જી, વત્સલ સેઠ જોવા મળ્યા હતા. હવે જયા બચ્ચન પણ માતાના દર્શન કરવા આવી હતી. પરંતુ લોકોને આ બંનેનું જિદ્દી વલણ પસંદ નથી આવી રહ્યું. બંને યુઝર્સના ટાર્ગેટ બન્યા હતા.

કાજોલ તેના પરિવાર સાથે દુર્ગા માતાના પંડાલમાં દર્શનાર્થે આવી હતી. જયા બચ્ચન પણ માતાના દર્શન કરવા આવ્યા હતા. બંને વચ્ચે વાતચીત થઈ. બંને ગળે મળ્યા, હસ્યા અને મજાક કરી. જોકે અન્યો પ્રત્યે તેમનું ગુસ્સેલ વલણ દેખાતું હતું. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કાજોલ અને જયા બચ્ચન મા દુર્ગાના પંડાલમાં સાથે જોવા મળ્યા હતા. અચાનક કોઈએ સીટી વગાડવાનું શરૂ કર્યું. (સામાન્ય રીતે રક્ષકો ભીડને કાબૂમાં રાખવા માટે સીટી વગાડે છે) સીટીનો અવાજ સાંભળીને કાજોલ અને જયા બંનેના ચહેરા પર ગુસ્સો દેખાયો. બંને કહેવા લાગ્યા કે કોણ સીટી વગાડી રહ્યું છે, તેને રોકો.

અન્ય એક વીડિયોમાં કાજોલને પણ ગુસ્સે થતી જોઈ શકાય છે. તે લોકોને એક તરફ જવા માટે કહી રહી છે. બંને અભિનેત્રીઓના આવા વલણને જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને તેમની ખૂબ ટીકા કરી રહ્યા છે. એકે લખ્યું, ‘એક જ ફ્રેમમાં બે ગુસ્સાવાળી મહિલાઓ.અન્ય એક વ્યક્તિએ ટિપ્પણી કરી, ‘કાજોલ પણ ધીમે ધીમે જયા બચ્ચન બની રહી છે.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *