Justnownews

જુનિયર એનટીઆરનો ક્રેઝી ફેન, દેવરા જોવા ટોક્યોથી લોસ એન્જલસ આવ્યો

જુનિયર એનટીઆરનો એક અનોખો ચાહક જે જાપાનમાં રહે છે તેણે દેવરા જોવા માટે ટોક્યોથી લોસ એન્જલસની મુસાફરી કરી છે. જુનિયર એનટીઆરે આ ક્રેઝી ફેન, ફિલ્મના સાથી કલાકારો અને સમગ્ર ક્રુનો આભાર માન્યો છે.

સાઉથના અભિનેતા અને અભિનેત્રીઓના ફેન્સ તેમના પ્રિય સ્ટાર માટે કંઈપણ કરવા ઉત્સુક હોય છે. આવા ક્રેઝી ફેન્સની સ્ટોરીઝ અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. જુનિયર એનટીઆરના આવા જ એક ક્રેઝી ફેન્સની સ્ટોરી વાયરલ થઈ છે જે દેવરા મુવિ જોવા માટે ટોક્યોથી લોસ એન્જલસ પધાર્યો છે.

જુનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ ફિલ્મ  દેવરા- પાર્ટ-૧ બિયોન્ડ ફેસ્ટ 2024 જોવા માટે તેમનો જાપાનમાં રહેતો ફેન સ્પેશિયલ લોસ એન્જલસ પધાર્યો છે. આ ચાહક સાથે જુનિયર એનટીઆરે નાનકડો પણ યાદગાર સંવાદ કર્યો હતો. ફિલ્મના નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયોમાં આ દ્રશ્ય દેખાય છે.

દેવરાના મેકર્સ યુવસુધા આર્ટસે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કર્યો, તેને કેપ્શન આપ્યું, “એક અમૂલ્ય ક્ષણ માટે એક અમૂલ્ય પ્રતિક્રિયા! 🔥🔥 એક ચાહકે ટોક્યોથી લોસ એન્જલસ સુધીનો પ્રવાસ માત્ર #Devara જોવા માટે કર્યો.

Read Also Emergency: Kangana Ranaut’s Pain on Postponing the Release Date, Says – ‘Still Waiting for the Certificate

Exit mobile version