જુનિયર એનટીઆર સ્ટારર દેવરા: પાર્ટ-૧નું અમેરિકામાં છપ્પર ફાડ એડવાન્સ બૂકિંગ
જુનિયર એનટીઆર સ્ટારર દેવરા: પાર્ટ-૧નું અમેરિકામાં છપ્પર ફાડ એડવાન્સ બૂકિંગ થયું છે. માત્ર યુએસએમાંથી $2.2 મિલિયનનું એડવાન્સ બૂકિંગ થતા મેકર્સ ખુશ છે. આ આંકડા પરથી ભારત અને વર્લ્ડ વાઈડ કલેકશનનો અંદાજો લગાવી શકાય છે.
જુનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ એક્શન સાગા દેવરા: પાર્ટ-૧ ૨૭મી સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મે રિલીજ પહેલા જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. માત્ર યુએસએમાંથી $2.2 મિલિયનનું એડવાન્સ બૂકિંગ થતા મેકર્સ ખુશ છે. આ આંકડા પરથી ભારત અને વર્લ્ડ વાઈડ કલેકશનનો અંદાજો લગાવી શકાય છે.
ડબલ રોલમાં જુનિયર એનટીઆર અને મહિલા લીડ તરીકે જાન્હવી કપૂરને દર્શાવતી આ ફિલ્મે 50 કરોડની ટિકિટો વેચી છે, જેમાં એકલા યુએસએમાંથી $2 મિલિયનથી વધુનો સમાવેશ થાય છે, તેની રિલીઝને હજુ ૨ દિવસ બાકી છે. આ ફિલ્મ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર જુનિયર એનટીઆરની સૌથી મોટી સોલો ઓપનર બનવાના ટ્રેક પર છે.
માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર મેકર્સે લખ્યું કે, જુનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ એક્શન સાગા દેવરા: પાર્ટ-૧નું અમેરિકામાં છપ્પર ફાડ એડવાન્સ બૂકિંગ થયું છે. દેવરાએ સમગ્ર ભારતમાં 7,028 શો માટે 744,380 ટિકિટ વેચી છે, જે એડવાન્સ બુકિંગમાંથી બ્લોક સીટ સાથે રૂ. 31.15 કરોડની નેટ કમાણી કરી છે.
અહીં પણ જૂઓ emergency-kangana-ranauts-pain-on-postponing-the-release-date