Justnownews

જે. પી. નડ્ડાએ ભગવંત માનને અરીસો દેખાડ્યો, દિલ્હીને બદલે પંજાબ પર ધ્યાન રાખવા કહ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર વાકપ્રહાર કર્યો છે. તેમણે ભગવંત માનને દિલ્હીને બદલે પંજાબનું ધ્યાન રાખવાની સલાહ આપી દીધી છે.

આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીમાં આપનો પ્રચાર કરી રહ્યા છે તેમજ દિલ્હીની સમસ્યાઓના સમાધાન સૂચવી રહ્યા છે. જેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ખફા થઈ ગયા છે. જે. પી. નડ્ડાએ એકસ પર પોસ્ટ કરી છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને દિલ્હીને બદલે પંજાબની સમસ્યાઓ પર ધ્યાન આપવા કહ્યું છે.

જે. પી. નડ્ડાએ પંજાબ સરકાર આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) સહિતની સરકારી આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ કેશલેસ સારવાર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આયુષ્માન ભારતની કલ્પના આર્થિક રીતે પછાત પરિવારોને ખાતરીપૂર્વકના તબીબી કવચ સાથે સહાય કરવા માટે કરવામાં આવી હતી અને આજે પંજાબમાં રાજ્ય સરકારના ગેરવહીવટને કારણે લોકો મફત તબીબી સહાયથી વંચિત રહી રહ્યા છે.

Exit mobile version