Justnownews

ભારત-કેનેડા વિવાદમાં જગતકાઝી અમેરિકા કુદી પડ્યું, ભારતને આપી સુફિયાણી સલાહ

કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ છે. કેનેડાએ ભારતીય અધિકારીઓ પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ પછી ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. હવે આ મામલે અમેરિકાએ પોતાનું મૌન તોડ્યું છે. અમેરિકાએ કહ્યું કે ભારતે તપાસમાં સહયોગ કરવો જોઈએ તેવી સુફિયાણી સલાહ આપી છે.

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યું છે. કેનેડાએ ફરી આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓનો હાથ છે. આ સાથે તેણે ભારતના હાઈ કમિશનર સહિત ૬ રાજદ્વારીઓને પાછા ફરવા કહ્યું. આ આરોપો બાદ કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે.

કેનેડાએ કહ્યું કે તેણે ફાઇવ આઇઝ‘ (ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુકે અને અમેરિકા)ને આ અંગે જાણ કરી છે. હવે અમેરિકાએ ભારતને તપાસમાં સહકાર આપવા સલાહ આપી છે. અમેરિકાએ કેનેડાના આરોપોને ખૂબ જ ગંભીર ગણાવ્યા હતા.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, અમેરિકા ભારત સાથે સહયોગ માટે આતુર છે પરંતુ કેનેડિયન હાઈ કમિશનરને હાંકી કાઢવાનો તેમનો નિર્ણય સૂચવે છે કે તેમણે બીજો રસ્તોપસંદ કર્યો છે. જ્યારે કેનેડિયન કેસની વાત આવે છે, ત્યારે અમે સ્પષ્ટ કર્યું છે કે આરોપો અત્યંત ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવા જોઈએ.

 મિલરે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડાને તપાસમાં સહયોગ આપે.  કેનેડાએ ભારત સરકાર, તેના અધિકારીઓ અને ગુપ્તચર એજન્સી RAW પર કેનેડિયન નાગરિકોની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

મિલરે સ્પષ્ટપણે કહ્યું કે તાજેતરમાં ભારત સાથે સિનિયર મોસ્ટ લેવલપર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે તણાવ છતાં પણ અમેરિકા ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. જ્યારે પણ બંને દેશો વચ્ચે ચિંતા થાય છે ત્યારે તેઓ ખુલીને વાત કરે છે.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version