સપ્ટેમ્બરમાં, લેબનોન અને સીરિયાના કેટલાક ભાગોમાં હજારો પેજર્સ અને વોકી-ટોકીમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટમાં 40 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 3000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે ઈઝરાયેલે પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ હુમલા પાછળ તેનો હાથ હતો. વડાપ્રધાન નેતન્યાહૂએ કેબિનેટની સાપ્તાહિક બેઠક દરમિયાન આ કબૂલાત કરી હતી.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પહેલીવાર સ્વીકાર્યું છે કે સપ્ટેમ્બરમાં લેબનોનની અંદર પેજર વિસ્ફોટ પાછળ ઇઝરાયેલનો હાથ હતો. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેતન્યાહૂએ કેબિનેટની સાપ્તાહિક બેઠક દરમિયાન આ કબૂલાત કરી હતી.
સપ્ટેમ્બરમાં, લેબનોનમાં હજારો પેજર્સમાં ભયંકર વિસ્ફોટ થયા હતા. પેજર વિસ્ફોટના બીજા જ દિવસે વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં લગભગ 40 લોકો માર્યા ગયા હતા, જ્યારે 3000 થી વધુ ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. વિવિધ અહેવાલોમાં પણ આવી જ માહિતી બહાર આવી છે. જો કે, ઈઝરાયેલે ક્યારેય સત્તાવાર રીતે આ ઓપરેશનની જવાબદારી સ્વીકારી નહતી.
હવે સાપ્તાહિક કેબિનેટની બેઠકમાં નેતન્યાહુએ જણાવ્યું હતું કે, સંરક્ષણ સંસ્થાનના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય સ્તરે જવાબદાર લોકોના વિરોધ છતાં પેજર ઓપરેશન કરીને હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહનો ખાત્મો કરાયો હતો. ઈઝરાયલ મીડિયા નેતન્યાહૂના આ નિવેદનને પૂર્વ રક્ષા મંત્રી યોવ ગાલાંટની નિંદા ગણી રહ્યું છે. નેતન્યાહુએ ગયા મંગળવારે જ ગાલાંટને તેમના પદ પરથી બરતરફ કર્યા હતા.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him