ઈઝરાયેલ લેબનોનમાં એર સ્ટ્રાઈક બાદ હવે શરૂ કર્યા જમીની હુમલા, હિઝબુલ્લાહના ટનલ નેટવર્કને બનાવ્યું નિશાન
ઈઝરાયેલના પીએમની ધમકી અને ટનલ પર હુમલા બાદ હિઝબુલ્લાએ પણ જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે. હિઝબુલ્લાહના નાયબ નેતા નઇમ કાસિમે જણાવ્યું હતું કે તેમના લડવૈયાઓ ઇઝરાયેલ દ્વારા કોઈપણ જમીની હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ નિવેદન બાદ ઈઝરાયેલ લેબનોનમાં એર સ્ટ્રાઈક બાદ હવે જમીની હુમલા શરૂ કર્યા છે.
લેબનોનમાં હવાઈ હુમલા બાદ ઈઝરાયેલે પણ જમીની હુમલા શરૂ કરી દીધા છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં ગ્રાઉન્ડ એટેક કરી દીધા છે. ઇઝરાયેલના વિશેષ દળોએ હિઝબુલ્લાહના ટનલ નેટવર્કને નિશાન બનાવીને હુમલા કર્યા છે. હિઝબોલ્લાહના પરસ્પર નેટવર્કને તોડવાના પ્રયાસરૂપે ઇઝરાયેલે સરહદ નજીક સ્થિત હિઝબોલ્લાહની સુરંગો પર પણ હુમલો કર્યો છે.
ધ સનના અહેવાલ મુજબ, ઇઝરાયેલની સેનાએ લેબનોન સરહદ પર ટેન્ક અને 13,000 રિઝર્વ સૈનિકોને તૈનાત કર્યા છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ આક્રમક વલણ અપનાવ્યું અને સંકેત આપ્યા કે તેઓ સૈન્ય કાર્યવાહી આગળ ધપાવશે. હિઝબુલ્લાહ અને ઈરાન પર નિશાન સાધતા નેતન્યાહુએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈઝરાયેલ પહોંચી ન શકે.
Read also Sunita Williams to Return from Space: Crew-9 Team Reaches Space Station