ઈઝરાયલ લડી લેવાના મૂડમાં, વિવિધ ડિવાઈસમાં બ્લાસ્ટ કર્યા બાદ કરી દીધી એર સ્ટ્રાઈક
લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, ઇઝરાયેલે લેબનોનના દક્ષિણ પ્રાંતમાં 52 હવાઈ હુમલા કર્યા છે. તાજેતરમાં જ ઈઝરાયેલ પર લેબનોનમાં વિવિધ ડિવાઈસ બ્લાસ્ટનો આરોપ લાગ્યો છે. જેમાં 37 લોકો માર્યા ગયા અને લગભગ 3,000 ઘાયલ થયા છે.
ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના વિસ્તારોનો નાશ કરવા માટે ભારે બોમ્બમારો શરૂ કર્યો છે. હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે વિવિધ ડિવાઈસના બ્લાસ્ટની ઘોર ટીકા કરીને બદલો લઈશું તેવું નિવેદન આપ્યું કે તેના થોડા કલાકોમાં જ ઈઝરાયલે એર સ્ટ્રાઈક કરી દીધી છે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદન આપ્યું છે કે, તેણે આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ્સ પર હુમલો કર્યો છે કારણ કે, આ સાઈટ્સ પરથી ઇઝરાયેલના પ્રદેશ તરફ ગોળીબાર કરવા તૈયાર હતા.”
લેબનોનની રાજ્ય સંચાલિત નેશનલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલે સ્થાનિક સમય મુજબ રાત્રે 9થી 10 કલાકની વચ્ચે(માત્ર ૧ કલાક દરમિયાન) લેબનોનના દક્ષિણ પ્રાંતમાં ઓછામાં ઓછા 52 હુમલા કર્યા હતા. આ હુમલાની સંખ્યા જોતા ઈઝરાયલે દર મિનિટે ૧ હુમલો કર્યો હોવાનું ફલિત થાય છે.